Home India ભારત બાયોટેક કંપની ટૂંકસમયમાં જ દેશમાં નેસલ વેક્સિનની અજમાયશ શરૂ કરશે.

ભારત બાયોટેક કંપની ટૂંકસમયમાં જ દેશમાં નેસલ વેક્સિનની અજમાયશ શરૂ કરશે.

14
0

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી છે કે કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ પુરવઠો તેઓ ટૂંકસમયમાં મેળવશે. ગુજરાત સહિતના ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિનનો પુરવઠો સપ્લાયર દ્વારા પૂર્વ નિર્ધારીત સ્થાને પહોંચશે. બાકીના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સંબંધિત સરકારી મેડિકલ સ્ટોર ડેપો ખાતેથી તે જથ્થો મેળવવાનો રહેશે.
શુક્રવારથી દેશભરમાં બીજી વાર ડ્રાય રન હાથ ધરાશે. ૧.૭ લાખ વેક્સિનેટર્સ અને ૩ લાખ વેક્સિનેશન ટીમ સભ્યો તાલીમબદ્ધ કરાયાં છે. દરમિયાન દેશમાં એક કરોડ લોકો સાજા થઇ ચૂક્યા છે. વીતેલા ૨૪ કલાકમાં નવા ૨૦,૩૪૬ નવા કેસ અને ૨૨૨ મોત નોંધાયા હતા.
વેક્સિન વિમાની પરિવહન વ્યવસ્થાને અંતિમ ઓપ અપાયો
કેન્દ્ર સરકારે વેક્સિનના વિમાની પરિવહન માટેની વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે. આજકાલમાં વેક્સિન પરિવહન કામગીરી શરૂ થઇ જશે. વેક્સિન વિતરણ વ્યવસ્થાના મુખ્ય કેન્દ્ર તરીકે પૂણે પર પસંદગી ઉતારવામાં આવી છે.
ભારત કોરોના કિલર નેસલ સ્પ્રે બનાવી રહ્યું છે
ભારત બાયોટેક કંપની ટૂંકસમયમાં જ દેશમાં નેસલ વેક્સિનની અજમાયશ શરૂ કરશે. નાગપુર ખાતે તેના પ્રથમ અને દ્વિતીય ફેઝની અજમાયશ કરવામાં આવશે.


Previous articleસુરત હજીરા ની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચતા બન્ને કંપની ને નોટિસ.
Next articleઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના માલિક એલોન મસ્ક હવે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here