Home Crime પોતાના અંગત ફાયદા માટે ખોટી અફવા ફેલાવી પરપ્રાંતીય મજુરો પલાયન કરે તેવી...

પોતાના અંગત ફાયદા માટે ખોટી અફવા ફેલાવી પરપ્રાંતીય મજુરો પલાયન કરે તેવી અફવા ફેલાવાતા ઈસમ ને ઝડપી પાડતી ભરૂચ સી ડીવીઝન પોલીસ

91
0

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક , શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા હાલમાં સરકારશ્રી દ્વરા કોવીડ -૧૯ કોરોના વાયરસ અંતર્ગત જાહેરનામુ પ્રસીધ્ધ થયેલ હોય જે સંદર્ભે કાર્યવાહી કરવા હુકમ થયેલ હોય મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓના માર્ગદર્શનમાં સદર કીવીડ -૧૯ કોરોના વાઈરસ અંગે જાહેર થયેલ ગાઈડ લાઈન મુજબ સી ડીવીજન પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય તે દરમ્યાન પોલીસને માહીતી મળેલ કે , ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ ગજાનંદ કોમપ્લેક્ષમાં દુકાન નં -૧૨ મા આવેલ રાઠોડ ઍન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક થનારામ ધનારામ જાટ રહે.ઝાડેશ્વર ભરૂય નાનો પોતાની પાસે બહારના રાજ્યમાં જવા માટે ટ્રાવેલ્સની ટીકીટ લેવા આવતા પરપ્રાન્તીય મજુર વર્ગના વ્યક્તિઓમાં કોવીડ -૧૯ કોરોના વાયરસ મહામારીને લઈને એવી અફવા ફેલાવી રહ્યા છે કે થોડા દિવસમાં ભરૂચમાં લોક ડાઉન થઈ જવાનું છે . જેથી પટના લખનઉ , કાનપુર , ખાતે જવું હોય તો તાત્કાલીક ટીકિટ કરાવી દો નહીંતર થોડા દિવસ પછી લોક ડાઉન થઈ જશે તો તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઇ જશે ટીકીટ પણ મળશે નહી ” તેવું જણાવી હાલમાં ચાલી રહેલા નોવેલ કોરોના વાઈરસ( covin – 19 મહામારીમાં પોતાના આર્થીક ફાયદા સારૂ ખોટી અફવા ફેલાવી લોકો પાસેથી વધારે પૈસા મેળવી ટીકીટોનું વેચાણ કરી રહ્યો હોવાની હકીકત મળેલ જે માહીતી આધારે રાઠોડ ઍન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સ એજનસીની ઓફીસમાં જઈ વેરીફાઇ કરતા સંચાલક થનારામ ધનારામ S/O દુર્ગારામ ધનારામ જાટ ઉ.વ .૩૬ રહે હાલ ૧૦૨ એકદંત રેસીડન્સી વિશ્રામ નગર સામે ઝાડેશ્વર ભરૂચનાનો પોતાના આર્થીક ફાયદા સારૂ પરપ્રાંતીય મજુર વર્ગના લોકો પાસે નીયત ( ભાડા કરતા વધારાના ભાડાની ટીકીટોનું વેચાણ કરતી હોય અને પોતાની ઓફીસ ઉપર લોકોના ટોળા ભેગા કરી કોરોના વાઈરસ ફેલાવતો હોય તે રીતે બીજાની જીંદગી જોખમમા નાખી બેદરકારી ભર્યું વર્તન કરેલ હોય તેમજ વ્યક્તિઓમાં ખોટી અફવા ફેલાવી મજુરોમા લોકડાઉન થવાનો ભય તથા મજુરો પલાયન કરે તેવી અફવા ફેલાવવાનું કૃત્ય કરનાર ઈસમ વિરૂધ્ધ ઈપીકો કલમ -૧૮૮,૨૬૯,૨૭૦ તથા આપદા પ્રબંધન અધિનિયમ એક્ટ કલમ -૫૧( બી ) , ૫૪ તથા એપેડેમીક ડીસીઝ એકટ ( રોગચાળા અધિનિયમ ) કલમ -૦૩ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે ,
નોંધ : .આથી ભરૂચ શહેર વિસ્તારના લોકો ને પોલીસ દ્વારા વિનંતી છે કે , સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન તથા જાહેરનામાનું ચુસ્ત પાલન કરવું તથા લોકોએ કોરોના અંગેની ખોટી અફવાઓથી ગભરાવું નહીં જે લોકો કોરોના વાઈરસ સંદર્ભે ખોટી અફવા ફેલાવશે તેઓ વિરુદ્ધ સખતમા સખત કાર્યવાહી કરવામા આવશો તમામ લોકોએ સોશીયલ ડિસ્ટન્સ જાળવવુ માસ્ક પહેરવુ તથા સેનેટાઈઝર સાથે રાખવા સુચના આપવામાં આવે છે .
પકડાયેલ આરોપી :
થનારામ ધનારામ S/O દુર્ગારામ ધનારામ જાટ ઉ.વ -૩૬ રહે હાલ – ૧૦૨ એકદંત રેસીડેન્સી વિશ્રામ નગર સામેં ઝાડેશ્વર ભરૂચ.
ઉપરોક્ત કામગીરી પો. ઇન્સ. ડી. પી. ઉનડકટ તથા અ. હે. કો. પ્રભાતભાઈ, અ. હે. કો. વિજયભાઈ, આ. પો .કો. હરપાલસિંહ તથા આ. પો. કો. રાજદીપસિંહ, અ. પો. કો. વિજયભાઈ તથા અ. પો. કો. દિવાનસંગ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here