Home South-Gujarat મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં OSD તરીકે બદલી થતાં ભરૂચ કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાએ મીડિયા...

મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં OSD તરીકે બદલી થતાં ભરૂચ કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાએ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો

132
0

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાની ભરૂચ ખાતેથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં OSD તરીકે બદલી થતાં જિલ્લાના પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના કર્મીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમ વેક્સિનેસન મહાઅભિયાન અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ભરૂચ જિલ્‍લાના કાર્યકાળ દરમિયાન અનેક વહીવટી પડકારો આવ્‍યા પણ આ પડકારમાં પણ જિલ્‍લાના મીડિયાકર્મીઓએ મને જાગૃત રાખી મને ઉજાળ્‍યો છે. પ્રિન્‍ટ અને સોશિયલ મીડિયાને લીધે વહીવટીતંત્રમાં બેઠેલા અધિકારીઓએ જવાબદારી અને જાગરૂકતા કેળવવી પડે છે. વહીવટી અધિકારી તરીકે એક બાજુ ટીકાઓનો મારો સહન કરવો પડે તેમ તેની સાથો-સાથ પ્રશંસાના પુષ્‍પો પણ મળે છે. ભરૂચના મીડિયાકર્મીઓ સાથેના સંબધોની સુવાસ મારા હૈયામાં લઇને જાઉ છું. આ તબક્કે મારાથી કોઇ ક્ષતિ થઇ હોય તો મને દરગુજર કરશો એમ કહી ભરૂચના પ્રેમાળ લોકોને યાદ કરતો રહીશ એમ જણાવ્‍યું હતું.
ભરૂચના પત્રકારશ્રી વસીમભાઈ મલેકે કલેક્ટરશ્રીએ જિલ્‍લા વહીવટીતંત્રની સાથોસાથ મીડિયાના સુભગ સંકલન થકી અનેક પડકારોનો સામનો કર્યો હતો. તેમણે નવી જગ્યાએ નિયુક્ત થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ જિલ્લાના પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here