South-Gujarat

કોરોના ગાઈડ લાઈન નો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરતી ભરૂચ જીલ્લા પોલીસ

છેલ્લા દશ દિવસ માં કફઁયુ ભંગના ૬૩, માસ્ક ન પહેરનાર અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવી જાહેરનામા ભંગ ના ૧૫૬૬, કુલ જાહેરનામા ભંગના ૧૬૨૯ કેસ કરવામાં આવ્યા તથા માસ્ક ન પહેરનાર ૩૭૮૯ લોકો ને રોકી રૂપીયા ૩૭,૮૯૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો છે

જ્યારે મોટર વાહન એક્ટ મુજબ ૬૩૩ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે

કોરોના સંક્રમણને ફેલાવનાર તથા સોશ્યલ મિડીયા દ્વારા લોકોને ગુમરાહ કરતા તત્વોને કાયદાકીય પાઠ ભણાવતી ભરૂચ જીલ્લા પોલીસ

ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસ નાં સંક્રમણ અટકાવવા અને ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કડક હાથે પગલાં ભરવામાં આવી રહ્યા છે

પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં લોકડાઉન થી લઇ હાલનાં સમય ગાળામાં રાત્રી કરફયુ જાહેર થયા બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મંદિરો તેમજ મજીદોના સંચાલકોને ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સંપર્ક કરી મંદિર તથા મસજીદ માં પુજા અર્ચના અર્થે ભેગા નહિ થવા અને પોતાના ઘરે જ પુજા અર્ચના કરવા સમજ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઉપરોક્ત સંચાલકોએ તેઓના ધર્મના લોકોને સમજ આપેલ છે
અને ભરૂચ જીલ્લાના સારા નાગરીકોએ પણ આ અંગે જાગૃતતા તથા સમજદારી દાખવેલ છે જ્યારે ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેરના તેમજ અન્ય તાલુકા મથકના વેપારીઓ એ પણ સ્વયંભુ લોકડાઉન જાહેર કરીને વહિવટી તંત્રને સહકાર આપ્યો છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન અને જાહેરનામા નું કડકપણે પાલન કરાવા માટે જીલ્લા પોલીસ દ્વારા જાહેરનામા નો સરેઆમ ભંગ કરી કોરોનાનો વ્યાપ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરતા પોલીસે છેલ્લા ૧૦ દિવસમાં આઇ.પી.સી.કલમ ૧૮૮ મુજબના રાત્રી કર્યુ ભંગ અંગેના કુલ-૬૩ કેસો અને દિવસ દરમ્યાન ના માસ્ક ન પહેરવાના અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવવા અંગેના જાહેરનામા ભંગના કેસો ૧૫૬૬ અને કુલ જાહેરનામા ભંગના કેસો ૧૬૨૯ કરવામાં આવ્યા છે તેમજ માસ્ક ન પહેરવા બાબતે ૩૭૮૯ વ્યક્તિઓને રોકી રૂપીયા ૩૭,૮૯,૦૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યો છે તથા એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ ૬૩૩ વાહન ડીટેઈન કરવામાં આવ્યા છે સાથે સાથે જ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યકિતઓને ૧૫૨૪ માસ્કનુ વિનામુલ્ય વિતરણ કરેલ છે જ્યારે સોશ્યલ મિડીયાના માધ્યમ થી લોક ડાઉન અંગેની ખોટી અફવાઓ ફેલાવનાર ઈસમો વિરુધ્ધ અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે. માં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હાલ ની કોરોના વાયરસ સંક્રમણ ની પરિસ્થિતિમાં નાગરીકો સ્વયંભુ શિસ્તનું પાલન કરે તો કોરોના સંક્રમણની ચેઈન બ્રેક કરી શકાશે અને કોરોના સંક્રમણને અટકાવી શકાશે લોકો સ્વયંભુ શિસ્તનું પાલન કરે તે જ કોરોના સંક્રમણને અટકાવવાની ચાવી છે તેમ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.