Home Crime ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટી માંથી પ્રોહીબિશનના ૦૨ ગણનાપાત્ર કેશો શોધી કાઢતી ભરૂચ...

ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટી માંથી પ્રોહીબિશનના ૦૨ ગણનાપાત્ર કેશો શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

2
0

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી પ્રોહીબિશનના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા એલ.સી.બી. ભરૂચની સુચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી દરમ્યાન મળેલ ચોક્સ બાતમી આધારે ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટી માં કોમન પ્લોટમાં બીનવારશી પાર્ક કરેલ ટાટા વિંગર તથા બંધ બોડીના છોટા હાથી મેજીક બંને વાહનોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોક્ષ નંગ ૧૨૭ પ્રોહી મુદ્દામાલ ૬,૨૦,૪૦૦ / – તથા વાહનો મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા ૧૧,૨૦,૪૦૦ / નો ઝડપી પાડવામાં આવેલ,


આ ઉપરાંત એલ.સી.બી.ની. અન્ય એક ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં મહાદેવનગર સોસાયટી માં રહેતા સ્વપનીલ અજયભાઇ ચૌહાણના ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોક્ષ નંગ- ૪૬ પ્રોહી મુદ્દામાલ ૨,૧૧,૨૦૦ / – નો ઝડપી પાડવામાં આવેલ

આમ ભરૂચ એલ.સી.બી.ની બે અલગ અલગ ટીમ દ્વારા ભરૂચ શહેર મહાદેવનગર સોસાયટીમાં થી પ્રોહીબિશનની બે સફળ રેઇડો કરી કુલ -૦૨ ગણનાપાત્ર કેશો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે . સોંપવામાં આવેલ છે . તેમજ આવનારા દિવસોમાં પણ પ્રોહી જુગાર અંગે આ રીતે જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે .

પકડાયેલ મુદ્દામાલ
( ૧ ) ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ- ૧૭ જેમાં નાની મોટી કુલ બોટલ નંગ ૬૪૦૮ કિં.રૂ .૮,૩૧,૬૦૦ /
( ૨ ) ટાટા વિંગર વાહન નંબર GJ 01 CU 5752 કિં રૂ .૩,૦૦,૦૦૦ /
( ૩ ) બંધ બોડીનું છોટા હાથી મેજીક વાહન નંબર GJ 30 A 1438 કિં.રૂ .૨,૦૦,૦૦૦ / કુલ મુદ્દામાલ કિં રૂ . ૧૩,૩૧,૬૦૦ /
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ
પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ તથા એ.એસ.આઇ. બાલુભાઇ આહીર , હે.કો ગણપતસિંહ , અજયભાઇ રાઠવા , ઉપેન્દ્રભાઇ , દીલીપભાઇ મહંત , સંજયદાન , જયેન્દ્રભાઇ , હીતેષભાઇ , અશોકભાઇ તથા પો.કો. મહીપાલસિંહ , શ્રીપાલસિંહ , કિશોરસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleવડોદરા જીલ્લા કરજણ પો.સ્ટે.ના છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
Next articleનર્મદા જિલ્લામાં ગુરુવારે ૪૫ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૮૫૦ પર પોંહોચ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here