Home Crime બે કારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડતી ભરૂચ...

બે કારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

40
0

નવાગામ કરારવેલ ખાતે રહેતા સતીષ ઉર્ફે ગાંડાના ઘરની પાછળના ભાગેથી બે કારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પ્રોહી / જુગાર પ્રવૃતીઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન. ઝાલા નાઓએ તાબાના અધીકારી / પોલીસ માણસોને જીલ્લામાં મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃતી ઉપર નજર રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવેલ છે જે પૈકી એલ.સી.બી.ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન. ઝાલાનાઓને મળેલ બાતમી આધારે નવાગામ કરારવેલ ખાતેથી સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર GJ 06 HS 6079 તથા મારુતી રીટ્ઝ ગાડી નં . GJ 16 AJ 3855 માથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ / ક્વાટર / ટીન કુલ નંગ -૧૩૭પ સાથે મળી કુલ મુદામાલ કિં . ૮,૮૯,૭૬૦ / -સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા અંક્લેશ્વર રૂરલ પો.સ્ટેમાં સોપવામા આવેલ છે તેમજ આવનારા દિવસો માં પણ પ્રોહિ / જુગાર અંગે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે .
પકડાયેલ આરોપીઓના નામ-
( ૧ ) મનોજ સોચન યાદવ રહે . નવાપુર ધનલક્ષ્મી પાર્ક મહારાષ્ટ્ર મુ.રહે . આઝમગઢ ઉત્તર પ્રદેશ ( ર ) મનીશભાઇ મહેશભાઇ વસાવા રહે . નવાગામ મંદીર ફળીયુ તા.અંક્લેશ્વર જી.ભરુચ ( ૩ ) ઇમરાન અબ્દુલ મજીદ સૈયા રહે.તાડફળીયુ અંક્લેશ્વર ઉન્નતી નગર સામે તા , અંક્લેશ્વર જી.ભરૂચ
જપ્ત કરેલ મુદ્દમાલ
( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટની નાની મોટી બોટલ / ક્વાટર / ટીન કુલ નંગ -૧૩૭૫ કિં.રૂ. ૧,૭૩,૫૦૦ / –
( ૨ ) મોબાઇલ નંગ -૦૩ કિં રૂ ૧૨,૫૦૦ / –
( ૩ ) સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર GJ 06 HS 6079 કિં.રૂ. ૪,૦૦,૦૦૦ / –
( ૪ ) મારુતી રીટઝ ગાડી નં . GJ 16 AJ 3855 કિં.રૂ. ૩,૦૦,૦૦૦ / –
( ૫ ) રોકડા રૂપીયા ૩,૭૬૦ / – મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૮,૮૯,૭૬૦ /-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી ના નામ
પો.સ.ઇ. પી. એસ. બરંડા તથા પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ, હે.કો. ઉપેન્દ્રભાઈ, જ્યેન્દ્રભાઈ, હિતેષભાઈ તથા પો.કો. મહિપાલસિંહ, શ્રીપાલસિંહ એલ. સી. બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવેલ છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવકરી રહેલી કોરોના મહામારી ને કાબૂમાં લેવા વાંકલ ગામ ને તારીખ 18 થી 25 સુધી સ્વેચ્છિક લોક ડાઉન કરાયું
Next articleશનિવારે બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી ભરૂચ શહેર સ્વૈચ્છિક બંધ પાળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here