Home South-Gujarat હરસિધ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમાની સ્થાપના માટે ભૂમિ પૂજન...

હરસિધ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમાની સ્થાપના માટે ભૂમિ પૂજન કરાયું

143
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજવી નગરી રાજપીપલા પોતાના વારસા માટે પોતાની એક અલગ ઓળખ ધારવે છે. રાજાઓ મહારાજાઓનો અનેરો ઇતિહાસ ,મહેલોની વિશેષતાઓ, કુદરતી સોંદર્ય નદીઓ પહાડો અને આવી તો કેટલીય વાતો , રાજવીઓના ઈતિહાસ ની વાત આવે તો આપણ ખાલી યુદ્ધો જ યાદ આવે પણ રાજપીપલા ના એક એવા રાજવી કે જેનો એક અલગ જ ઇતિહાસ છેસોર્ય ની સાથે સાથે ભક્તિ અને ભક્તિ એટલે પોતાના કુળદેવી ને પ્રસન્ન કરી પોતાના મહેલ સુંધી સાથે લાવવા આવા રાજવી એટલે મહારાણા વેરિસાલજી ગોહીલ આવનાર દિવસો માં નર્મદા જિલ્લા રાજપૂત સમાજના યુવાનો દ્વારા માતાજી ને લાવનાર રાજવી એવા મહારાણા વેરિસાલજી ગોહીલ ની પ્રતિમા હરસિધ્ધિ માતાજીના મંદિર ના પટાંગણમાં સ્થાપવામાં આવશે જેના ભાગ રૂપે આજે રાજપીપળા ના મહારાજા રઘુવીરસિંહજી તથા મહારાણી રુકમણી દેવી ના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. રાજપુત સમાજ ના યુવાનો દ્વારા રાજપીપળા સ્થિત રાજપૂતો ના દરેક ગામ ની માટી અને જળ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here