Home India વડાપ્રધાનને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારઃ વિશ્વના સૌથી પસંદગીપાત્ર નેતાઓમાં પણ સ્થાન

વડાપ્રધાનને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારઃ વિશ્વના સૌથી પસંદગીપાત્ર નેતાઓમાં પણ સ્થાન

73
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન પોતાની નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો હતો, જેને સમગ્ર વિશ્વ તરફથી સ્વીકૃતિ મળી છે. ભારતનાં મહત્વના પડોશી દેશ ભૂતાને વડાપ્રધાન મોદીને પોતાનાં સર્વોચ્ચ નાગરિક સન્માન નગદગ પેલ જી ખોરલો દ્વારા સન્માનિત કર્યા છે. ભૂતાનના વડાપ્રધાન લોતેયશેરિંગે જણાવ્યું કે, “પીએમ મોદીએ વિના શરત મિત્રતા નિભાવી છે. તેઓ સુંદર આદ્યાત્મિક વ્યક્તિ પણ છે.


આ સર્વોચ્ચ સન્માન માટે વડાપ્રધાને ભૂતાનનો આભાર માનતા ટ્વીટ કર્યું, “આભાર, ભૂતાનના વડાપ્રધાન.” હું આ ઉષ્માભરી લાગણીથી અત્યંત પ્રભાવિત થયો છું અને ભૂતાનના મહામહિમ રાજા પ્રત્યે પણ કૃતજ્ઞ ધન્યવાદ વ્યક્ત કરું છું.”


ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં સૌથી પસંદગીપાત્ર નેતાઓની યાદીમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનને પણ પાછળ છોડી દીધા છે. બ્રિટનની માર્કેટ રિસર્ચ કંપની YouGov એ 42,000 લોકોનો સર્વે કરીને આ યાદી તૈયાર કરી છે, જેમાં વડાપ્રધાન મોદી 8માં ક્રમે છે. આ પહેલાં અમેરિકન ડેટા રિસર્ચ એજન્સી મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય અને ટોચના નેતા તરીકે પસંદ પામ્યા હતા. આ અગાઉ, વડાપ્રધાન મોદી 2016માં સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાન, 2018માં પેલેસ્ટાઇન, 2019માં યુએઇ, રશિયા, માલદિવ, બહેરીન, 2020માં અમેરિકાના લીજન ઓફ મેરિટ સન્માનથી સન્માનિત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, 2018માં સિયોલ પીસ પ્રાઇસ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા સિયોલ શાંતિ પુરસ્કાર, સંયુક્ત રાષ્ટ્રના ચેમ્પિયન ઓફ અર્થ, 2019માં ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો ગ્લોબલ ગોલકીપર એવોર્ડ અને 2021માં કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સનો પર્યાવરણ લીડર એવોર્ડ પણ વડાપ્રધાન મોદીને મળી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here