Home South-Gujarat ભારતીય સેનાના બીએસએફ યુનિટ દ્વારા ની કરેલી સાયકલ રેલીનું અંકલેશ્વર માં આગમન

ભારતીય સેનાના બીએસએફ યુનિટ દ્વારા ની કરેલી સાયકલ રેલીનું અંકલેશ્વર માં આગમન

83
0

આઝાદી કા અમૃત મહોત્સવ દાંડી થી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ૨જી ઓક્ટોબર ના રોજ રાજઘાટ દિલ્હી ખાતે સાયકલ રેલી પહોચશે અંકલેશ્વર જલારામ મંદિર ખાતે રોકાણ કરી રેલી આગળ વધીપાલિકા કચેરી ખાતે પ્રમુખ દ્વારા રેલી નું સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યું
ભારતીય સેનાના બીએસએફ યુનિટ દ્વારા ની કરેલી સાયકલ રેલીનું અંકલેશ્વર માં આગમન થયું છે. આઝાદી કા અમૃત મહોત્સવ દાંડી થી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ જી ઓક્ટોબર ના રોજ રાજઘાટ દિલ્હી ખાતે સાયકલ રેલી પહોચશે. અંકલેશ્વરના જલારામ મંદિર ખાતે રોકાણ કરી રેલી આગળ વધી હતી. અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ દ્વારા રેલી નું સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતની સ્વતંત્રતા ના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં ભારત કી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે બી.એસ.એફ. ગુજરાત ફ્રન્ટીયર ગાંધીનગર દ્વારા દાંડી થી રાજઘાટ દિલ્હી સુધીની સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી અંકલેશ્વર, કરજણ, આણંદ, અમદાવાદ, મહેસાણા, દાંતીવાડા, આબુરોડ, સીરોહી, સુમેરપુર, પાલી, રાજપુર, અજમેર, દુદુ, જયપુર, શાહપુરા, બેહરોર, માનેસર પસાર કરી તા. ૨ જી ઓકટોબરના રોજ રાજઘાટ ખાતે પહોંચશે. દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસા થી અવગત કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વધારવા દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વ ને ઉજાગર કરી દેશ સ્વાધીનતા સંગ્રામ માં દાંડીયાત્રા દીવાદાંડી સમાન સાબિત થઇ હતી.પૂ. મહાત્મા ગાંધી દાંડી યાત્રા એ સમગ્ર દેશમાં આઝાદી ની એક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી દેશની આઝાદીના લડવૈયાઓ સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ સમાન છે. ગાંધીબાપુના જીવનમૂલ્યો સત્ય, અહિંસા, સ્વચ્છતાના સંદેશા ને જન-જન સુધી પહોંચાડવા સાથે આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, ગ્રીન વિલેજ અંગે જાગૃત કરવા આયોજીત આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ રેલી પૂજ્ય બાપુ નાં સત્ય અને અહિંસાના વિચારો વિશ્વના ખુણે-ખુણે પહોંચાડશે. અંદાજીત ૧૩૦૮ કિ.મી. લાંબી આ રેલીમાં બી.એસ.એફ.ના જવાનો સહભાગી થયા છે જે રેલી અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ભરૂચી નાકા જલારામ મંદિર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ રેલી આગળ વધી જે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. પાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ સાથી સભ્યો એ રેલી નું સ્વાગત કર્યું તેમજ રેલી ને લીલી ઝંડી બતાવી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું રેલી હવે કરજણ ખાતે રોકાણ કરી આગળ વધી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here