Home International બાઇડેનની કેમ્પેન સમિતિએ સત્તાનાં હસ્તાંતરણની સત્તાવાર જાહેરાત કરવા અમેરિકાનાં સત્તાવાળાઓને અપીલ કરી...

બાઇડેનની કેમ્પેન સમિતિએ સત્તાનાં હસ્તાંતરણની સત્તાવાર જાહેરાત કરવા અમેરિકાનાં સત્તાવાળાઓને અપીલ કરી છે.

74
0

અમેરિકામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનને દેશનાં ૪૬મા પ્રેસિડેન્ટ ઈલેક્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ ૭૩ દિવસ પછી વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરીને ૨૦ જાન્યુઆરીએ સત્તાનું સુકાન સંભાળવા તમામ તૈયારી કરી રહ્યા છે. વિદાય લઈ રહેલા પ્રમુખ ટ્રમ્પ હજી તેમનો પરાજય સ્વીકારવા તૈયાર નથી. તેઓ પરિણામોમાં ગરબડનું ગાણું સતત ગાઈ રહ્યા છે. તેમણે ચૂંટણીને કાનૂની રીતે પડકારી છે. અમેરિકા દ્વારા જ્યાં સુધી તમામ પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બાઈડેનનાં વિજયને સ્વીકારવા અને બાઇડેનને અભિનંદન આપવા ચીને ઇનકાર કર્યો છે. બાઇડેનની કેમ્પેન સમિતિએ સત્તાનાં હસ્તાંતરણની સત્તાવાર જાહેરાત કરવા અમેરિકાનાં સત્તાવાળાઓને અપીલ કરી છે. ચીન, રશિયા અને મેક્સિકોએ હજી સત્તાવાર રીતે બાઇડેનને પ્રેસિડેન્ટ ઇલેક્ટ માટે અભિનંદન આપ્યાં નથી.
ચીનને પરિણામોની વિધિસર જાહેરાતની રાહ
ચીનની સરકારે જણાવ્યું હતું કે હજી ચૂંટણીમાં તમામ પરિણામોની સત્તાવાર જાહેરાત બાકી છે ત્યાં સુધી તે રાહ જોવા માગે છે. રશિયાએ પણ આ બાઇડેનને પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે સ્વીકારવા ભેદી મૌન જાળવ્યું છે. તેણે પરિણામની વિધિસર જાહેરાત સુધી થોભો અને રાહ જુઓનું વલણ અપનાવ્યું છે. જો કે વિશ્વનાં અનેક નેતાઓએ ચૂંટાયેલા પ્રમુખ બાઇડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસને રસાકસીભરી ચૂંટણીમાં વિજય મેળવવા માટે અભિનંદન પાઠવ્યાં છે. અમેરિકાનાં મોટાભાગનાં શહેરોમાં લોકોએ વિજયોત્સવ મનાવ્યો છે. આવા સમયે ચીન અને રશિયાનું વલણ ચોંકાવનારું અને આૃર્ય પમાડનારું છે.
રશિયાના ઇલેક્શન ચીફને પરિણામો સામે શંકા
રશિયાના ઇલેક્શન ચીફ દ્વારા યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણી અને તેનાં પરિણામો સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. રશિયાના ઇલેક્શન ચીફે કહ્યું હતું કે જે રીતે લોકોએ મોટાપાયે મેલ દ્વારા વોટિંગ કર્યું છે તેમાં મોટો ગોટાળો અને ગોલમાલ આચરવામાં આવી હોવાની શંકા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here