India International

મોટા સમાચાર: ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અને રાઇટ હેન્ડ અમર દુબેનું એન્કાઉન્ટર

કાનપૂર વિકાસ દુબે કેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેનો પ્રમુખ સાથીદાર અને અંગત ગણાતો અમર દુબેને પોલીસે પશ્ચિમ યુપીના હમીરપુરમાં ઠાર માર્યો છે. બુધવાર સવારે અમર દુબેની એસટીએફ ટીમ સાથે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં અમર દુબેનું એન્કાઉન્ટર થયું છે.

શુટઆઉટમાં શામેલ હતો અમર દુબે:

પોલીસ મુજબ અમર દુબે વિકાસ દુબે સાથે કાનપુરના બિકરું ગામમાં થયેલ શુટઆઉટમાં શામેલ હતો. અમરે વિકાસ અને તેના સાથીદારો સાથે મળી પોલીસ ટીમ પર જબરદસ્ત ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા. જેના પછી આ વિકાસ ગેંગની શોધ ચાલી રહી હતી. અમર પર 25 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એવું બતાવવામાં આવી રહ્યું છે કે અમર દુબે હમીરપુરના મૌદહા વિસ્તારમાં આવેલ તેના કોઈ સંબંધીના ઘરે આશરો લેવાના હેતુથી આવ્યો હતો.

દરેક મુવમેન્ટ પર હતી એસટીએફની નજર:

આ પહેલા અમરે હરિયાણાના ફરીદાબાદમાં આશરો લીધો હતો. અમર દુબેની મૂવમેન્ટ બાદ એસટીએફે તેને સરેન્ડર કરવા કહ્યું હતું. આ દરમિયાન દુબેએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પોલીસ પર ગોળીભાર કર્યો. ક્રોસ ફાયરિંગમાં પોલીસે તેને ઢેર કર્યો. એવું બતાવવામાં આવી રહ્યું છે કે 2 જુલાઈની રાત્રે જ્યારે વિકાસ દુબેના ઘરે પોલીસ દરોડા પાડવા ગઈ ત્યારે અમર દુબે પણ ત્યાં હાજર હતો. પોલીસ પર ફાયરિંગ કરવા અને તેમની હત્યા કરવામાં અમર શામેલ હતો. આ ઘટના બાદ અમર વિકાસ સાથે ભાગી ગયો હતો. અમર વિકાસના સૌથી અંગત અને વિશ્વાસુ સાથીઓમાંથી એક હતો.

વિકાસ દુબે હાલ પણ પોલીસની પકડથી દૂર:

જો કે, હાલ પર વિકાસ પોલીસની પકડથી દૂર છે. તેની શોધમાં યુપી પોલીસે પશ્ચિમ યુપીના તમામ જિલ્લાઓમાં બાજ નજર રાખી છે. વિકાસની શોધ માટે વેસ્ટ યુપી અને બુંદેલખંડના અમુક વિસ્તારોમાં એસટીએફ ટીમોની તૈનાતી કરી છે. આ સિવાય દિલ્હી અને હરિયાણાની દરેક એવી કોર્ટ પર નજર રાખવામાં આવી રહી છે જ્યાં વિકાસ દુબેના સરેન્ડર કરવાની શંકા છે.

Leave a Reply

Your email address will not be published.