International

ભારતની વિરૂદ્ધ મોટું ષડયંત્ર, ચીન-પાક.ની મિલીભગત, ઇમરાને ત્રણ પ્રસ્તાવ મોકલ્યા જીનપિંગને

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મેહમુદ કુરેશી સાઉદી અરેબિયાથી કાશ્મીર પર ઝાટકો લાગ્યા બાદ ચીનના એક દિવસના પ્રવાસે હેનાન પહોંચ્યા છે. કુરેશીએ ‘આયર્ન બ્રધર્સ’ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી તેને ‘ખૂબ જ મહત્વપૂર્ણ’ પ્રવાસ ગણાવ્યો છે. આ મુલાકાત દરમ્યાન કુરેશી ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરશે. હેનાન એ જ જગ્યા છે જ્યાં ચીન સબમરીનનો વિશાળ બેઝ બનાવી રાખ્યો છે.

કુરેશીએ કહ્યું, “આ મુલાકાતનો હેતુ પાકિસ્તાનની રાજકીય અને સૈન્ય નેતૃત્વ લક્ષ્યને બતાવવાનો છે.” એક અહેવાલ મુજબ પાકિસ્તાની વિદેશમંત્રી સૈન્ય સહયોગ સહિત ત્રણ મુદ્દાની યોજનાને લઇ ચીન પહોંચ્યા છે. આની પહેલાં પીપલ્સ લિબરેશન આર્મીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનની સેના સાથે રક્ષા સહયોગ અને ક્ષમતા નિર્માણ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે કુરેશી ઈચ્છે છે કે ચીન સિંધ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં માળખાગત સુવિધામાં સુધારો કરવામાં મદદ કરે. પીઓકે અને ગિલગિટ બંને પર પાકિસ્તાનનો કબજો છે પરંતુ ભારત તેનો દાવો કરે છે. ચાઇના આશરે 60 અબજ ડોલરનું રોકાણ કરીને પાકિસ્તાનથી ચીન સુધી રસ્તો અને રેલ્વે લિંક બનાવી રહ્યું છે. તેના દ્વારા પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી ચીનના શિનજિયાંગ પ્રાંતને જોડવામાં આવશે.

ભારતને લઇ પાકિસ્તાન-ચીન વચ્ચે થશે મુખ્યત્વે ચર્ચા

માનવામાં આવી રહ્યું છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચેની આ ચર્ચામાં ભારતનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવી શકે છે. બંને દેશોના વિદેશમંત્રી એવા સમયે મળી રહ્યા છે જ્યારે એલઓસી અને કાશ્મીરને લઈને પોતાના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને પાકિસ્તાનને ખાતરી આપી છે કે કાશ્મીરનો આખો મુદ્દો ઇસ્લામાબાદ સાથે સંકલન કરવામાં આવશે. ઇમરાન ખાન સરકાર ઈચ્છે છે કે ચીન એક પગલું આગળ વધે અને તેને આવતા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં લઈ જાય. હજી સુધી ફક્ત તુર્કી અને મલેશિયાએ જ આવું કર્યું છે.

ચીનના રસ્તે નેપાળ પહોંચવા માંગે છે પાકિસ્તાન

નેપાળમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે પાકિસ્તાન ચીનના રસ્તે નેપાળમાં તેનો ટ્રાન્સપોર્ટ કોરિડોર ઇચ્છે છે. નેપાળે ગત વર્ષે ચીન સાથે 20 માળખાગત નિર્માણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત હિમાલય ક્ષેત્રમાં દરેક વાતાવરણમાં કામ કરનાર રસ્તાઓ અને ટનલ બનાવવાની છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કુરેશીએ કાશ્મીર પર ધમકી આપ્યા બાદ પાકિસ્તાનના સાઉદી અરેબિયા સાથેના સંબંધો બગડ્યા છે. સાઉદી અરેબિયાનું દેવું ચુકવવા પાકિસ્તાનને ચીન પાસેથી ઉધાર લેવા પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.