India

સુશાંત સિંહ કેસમાં સૌથી મોટો વળાંક, Rawના પૂર્વ ઓફિસરે કહ્યું-આ કાવતરામાં દાઉદનો હાથ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પોલીસે 35 જેટલા લોકોની પૂછપરછ કર્યા બાદ ભલે કોઈ ખાસ પરિણામ પર ન પહોંચી હોય. પરંતુ હજુ અમુક લોકો પોતાની રીતે આ કેસમાં ભારે રસ લઈ રહ્યા છે અને તેના મૂળ સુધી જવાની કોશિશ કરી રહ્યા છે. એન કે સૂદ નામના શખ્ના વીડિયોને જોઈ પોલીસ પણ હેરાન રહી ગઈ છે. આ વીડિયોમાં ફિલ્મ નિર્માતા અને સુશાંતના મિત્ર સંદીપ સિંહ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

પોતાને ભારતની ખુફિયા એજન્સીના પુર્વ કર્મચારી જણાવીને એન કે સૂદે એક વીડિયો અપલોડ કર્યો છે. જેના કારણે એક નવી જ થિયરી સામે આવી છે. તેનું કહેવું છે કે આ ઘટનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો હાથ છે. તેણે ઘણી ઘટનાઓને જોડીને આખું સમીકરણ તૈયાર કર્યું છે. તેમાં તેનું કહેવું છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

એન કે સૂદનું કહેવું છે કે, દાઉદના લોકો સુશાંતને ફોન પર ધમકી આપતા હતા અને જેના કારણે સુશાંતમાં તણાવ વધતો ગયો હતો. આ લોકોથી બચવા માટે સુશાંતે છેલ્લા મહિનામાં 50 સિમ કાર્ડ પણ બદલ્યા હતા. એન કે સૂદનો આરોપ છે કે સુશાંતના દરેક કામ પર આ લોકોની જાણકારી સંદીપ સિંહને રહેતી હતી અને કે સલમાન તેમજ કરણ જોહર પાસે પહોંચાડતો હતો. તેમજ ત્યાંથી માહિતી સીધી અંડરવર્લ્ડ ડોન દાઉદ પાસે પહોંચી જતી હતી

એન કે સૂદનું કહેવું છે કે સુશાંતના બિલ્ડીંગના સીસીટીવી એક દિવસ પહેલાં કાં તો ખરાબ થઈ ગયા હતા અને કાં તો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ બધી સમજીને એક ચાલ રમવામાં આવી અને હત્યા કરવામાં આવી છે. આ બધું કોઈ બહારના નહીં પણ નજીકના લોકોનું જ કામ છે. જો કે મુંબઈ પોલીસની તપાસમાં આવું કોઈ કારણ સામે આવ્યું નથી. મુંબઈ પોલીસનું કહેવું છે કે સીસીટીવી પણ બંધ નહોતા.

Leave a Reply

Your email address will not be published.