ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ ગઈકાલે ટાળવામાં આવ્યો હતો. જે આજે બપોરે યોજાશે. આ દરમિયાન ધારાસભ્યોને શપથ માટે ફોન આવી રહ્યાં છે. ભાજપ નો રિપીચટ થિયરી પર અડગ છે. એટલે કે રૂપાણી સરકારના એકપણ મંત્રી રહેલા એકપણ ધારાસભ્યને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નહીં આવે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓ હશે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતના સાત, અમદાવાદ અને મધ્ય ગુજરાતના છ-છ. ઉતર ગુજરાતના પાંચ, કચ્છમાંથી એક ધારાસભ્યને સ્થાન મળી શકે છે. દુષ્યંત પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, ગોવિંદ પટેલ, મોહન ઢોડીયા, આત્મારામ પરમાર, કિરિટસિંહ રાણા, મનીષા વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ નક્કી છે.