Corona-live GUJARAT

જાહેરમાં રેલીઓ યોજનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના પોઝિટિવ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી તેમણે પોતે જાણે કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું હતું. અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. સી.આર. પાટીલની રેલીનો આ પહેલા વિપક્ષના લોકો વિરોધ કરી ચૂક્યા છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રમુખ પદ સંભાળ્યા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા કોરોના મહામારીની સરકારી ગાઇડલાઇનનું પાલન ન થયુ હોવાની બૂમો પડી હતી.

વિપક્ષે પણ પાટીલના પ્રવાસ પર ગણા પ્રહારો કર્યા હતા. કોરોના મહામારીમાં પણ પાટીલ દ્વારા સભાઓ યોજવાામાં આવી હતી. બાદમાં પાટીલની સભાઓમાં હાજરી આપનારા કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા.

સોશિયલ મીડિયામાં પણ સી.આર પાટીલની રેલીઓના ફોટો ખુબ જ વાયરલ થયા હતા અને યૂઝર્સ એવી પણ ચર્ચા કરતા હતા કે ક્યાંક ને ક્યાંક સી.આર. પાટીલ કોરોના મહામારીને નોંતરૂં આપી રહ્યા છે. તો કેટલાક યૂઝર્સ આ રેલીઓને અટકાવવાની પણ માંગ કરતા હતા.

જોકે હવે સી.આર પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે બીજેપી કાર્યકર્તાઓ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.