Home Surat ઉમરપાડા માં ભાજપ ની કારોબારી સભા યોજાઇ.

ઉમરપાડા માં ભાજપ ની કારોબારી સભા યોજાઇ.

9
0

કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત ૧૦૦ જેટલા કોંગ્રેસ- બી ટી.પી.કાર્યકરો ભાજપમાં જોડાયા..
મંત્રી ગણપતભાઈ વસાવા અને જિલ્લા ભાજપ સંદીપ દેસાઈ એ ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા.

માંગરોલ, દેગડીયા : ઉમરપાડા તાલુકા મથક ખાતે કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદિપ દેસાઇ ની ઉપસ્થિતિ માં યોજાયેલી કારોબારી સભામાં પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય સહિત કોંગ્રેસ બી ટી પી ના 100 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા અગ્રણી આગેવાનોએ કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
ભાજપના સંગઠન માળખાને મજબૂત બનાવવાના ભાગરૂપે યોજાયેલી કારોબારી સભામાં ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બનેલા જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઇ વસાવા તેમજ અન્ય પદાધિકારીઓ નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કારોબારી સભામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અમરસિંહ વસાવા નાની ફોકડી ઉંમરઝર ના માજી સરપંચ આશિષભાઈ વસાવા તેમજ બલાલકુવા ,વહાર, આમલી ડાબરા ના સરવણ ફોકડી, વગેરે ગામના ૬૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જ્યારે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને સુરત જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ બનેલા કિરીટભાઈ નારસિંગભાઈ વસાવા ના પ્રયત્નોથી ચિતલદા અને આજુ બાજુના ગામના ૪૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, ભાજપના પ્રભારી રાકેશભાઈ સોલંકી, મહામંત્રી દીપકભાઈ વસાવા ઉમરપાડા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વાલજીભાઇ મહામંત્રી અમીશભાઈ વસાવા અર્જુનભાઈ વસાવા બાબુભાઈ ચૌધરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleવાલિયા વીજ કંપની સામે કાર વીજ પોલ સાથે અથડાય બે વ્યક્તિ નો આબાદ બચાવ
Next articleબ્રહ્મસમાજ નું ગૌરવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here