સુરત નજીક આવેલા બારડોલી બેઠકના ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું છે. રૂ. 9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ કોપેરેટિવ બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે.
આજે સવારે 9ના ટકોરે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં મત પેટીના મેજીક બોક્સ ખોલવામાં આવ્યા હતા અને એક બાદ એક પરિણામ આવાના શરૂ થતાં અપ સેટ જોવા મળ્યા હતા. સુરત ડીસ્ટ્રીક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરતાં ત્રણ બેઠક પર ટાઈ થતાં ચીઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. હાલની સત્તાધારી પેનલના સભ્યો ચૂંટાઈ આવ્યા છે. પરંતુ ભાજપના સાંસદ પ્રભુ વસાવા અને માજી જિલ્લા પંચાયત પ્રમુખની કારમી હાર થઈ છે. સાંસદ પ્રભુ વસાવાની હાર થતા વિજેતા બનેલા નિવૃત બેંકના કર્મચારી એવા ઉમેદવાર ખુશ નજરે જોવા મળ્યા હતા.
સુરત ડીસ્ટ્રીક બેન્કની ચૂંટણીની 18 બેઠકોમાંથી 5 બેઠક બિનહરફ જાહેર થયા બાદ બાકીની 13 બેઠક પર ચૂંટણી યોજાતા 97.60 ટકા જેટલું મતદાન થયું હતું. મતદાન બાદ આજે મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ત્રણ બેઠકો પર ટાઇ થતાં ચીઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. જેમાં પલસાણાની બેઠક પર કેતન પટેલ મહુવાની બેઠક પર બાબુ ભાઈ પટેલ અને સોનગઢ બેઠક પર જીજ્ઞેશ દોળવાળા ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે સુરત સિટીની બેઠક પરથી ભાજપના કમલેશ સેલરે બાજી મારી હતી.
18 બેઠકનું સરવૈયું
14 સહકાર પેનલ
1 કોંગ્રેસ
2 ભાજપના પરંતુ પેનલ બહારના
1 અપક્ષ
ત્રણ બેઠક પર ટાઇ થતાં ચીઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા
આજના પરિણામ ભાજપ માટે ચોકવનારા રહ્યા હતા. જોકે મોટા ભાગની બેઠક પર ભાજપના ઉમેદવારો બાજી મારી ગયા હતા. પરંતુ બે દિગગજ હારી જતા જીતની ખુશી ફીકી પડી ગઈ છે. દૂધ મંડળી બેઠક પરથી સુમુલ ડેરીના હાલના ચેરમેન માનસિંહ પટેલે જીતી મેળવી સરભર કર્યો હતો. તો બીજી તરફ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈ અને કેબિનેટ મંત્રી ગણપત વસવાની સહકારી શેત્રે દખલગીરીના કારણે સહકારી અગ્રણીઓ નારાજ હોવાની વાતો શરૂ થઈ હતી. આજે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ખુશ નજરે આવ્યા હતા પરંતુ ચેહરાનો રંગ ફિક્કો દેખાઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી ભાજપના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગૃહમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સાંસદ પ્રભુ વસાવાની કારમી હાર થઈ જતા ભાજપની જીત ફીક્કી પડી ગઈ છે.