Surat

અંકલેશ્વર ની લાયન્સ સ્કૂલ ના ક્લબ હાઉસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

કોરોના મહામારી ને અનુલક્ષી ને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

 
અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત લાયન્સ શાળાના કલબ હાઉસ ખાતે કોરોના મહામારીને અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર સહિત વિશ્વમાં કોરોના મહામારી એ માથું ઉચકયું છે તેવામાં ભરૂચ અને અંકલેશ્વર કોરોના હૉસ્પોટ બની રહ્યાં છે આવા સમયે દર્દીઓ માટે બ્લડ ની અનેક વખત તાતી જરૂરિયાતો ઉભી થતી હોય છે કોરોના મહામારી વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત લાયન્સ શાળાના કલબ હાઉસ ખાતે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત રેપીડ ટેસ્ટ કરી રક્તદાતાઓ ને રક્તદાન કર્યું હતું જેમાં ૫૦ યુનિટ જેટલા દાતાઓ એ રક્તદાન કર્યું હતું
આ કાર્યક્રમનું આયોજન ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ કલબ, લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમન અને લઘુ ઉદ્યોગભરતી ભરૂચ જીલ્લા તથા કુમારપાલ ગાંધી બ્લડ બેંક અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.