પેટલાદ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આજે 73માં ગણતંત્ર દિવસના ભાગરૂપે પેટલાદ રેડક્રોસ હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે રેડક્રોસ સોસાયટીના સભ્યો દ્વારા હાઈજીનીક કિટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં જીલ્લા ભાજપ સંગઠન મંત્રી ભૂરાભાઈ તથા જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ, શહેર યુવા મોરચા પ્રમુખ ધવનભાઈ, મહામંત્રી દર્શભાઈ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કેતનભાઈ, શહેર મહામંત્રી રીતેશભાઈ, જીલ્લા યુવા મોર્ચા ના મંત્રી હર્ષિત ભાઈ પટેલ, તરંગ ભાઈ પટેલ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.