Home Surat સુંદરનગર જમાલપોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સુંદરનગર જમાલપોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

40
0

માંગરોલ, દેગડીયા –કોરોના મહામારીમાં કોરોના સંક્રમિત ભાઈ બહેનોને મદદરૂપ થવાના હેતુસર શ્રી ઠાકોરભાઈ રણછોડજી ભગત ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આજરોજ જમાલપોર પ્રાથમિક શાળા, 7/11 પેટ્રોલ પંપ પાસે. સુંદરનગર જમાલપોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આવા વિકટ પરિસ્થિતિના સમયે ૨૨ જેટલી રકતદાન બોટલ એકત્ર કરવામાં આવી હતી રક્તદાન આપનાર તમામ રક્તદાતાઓને શ્રી ઠાકોરભાઈ રણછોડજી ભગત ચેરીટેબલ ટ્રસ્ટ નવસારીના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ નાયક- સામાજિક કાર્યકર તેમજ ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ તથા મહામંત્રી શ્રી જીતેન્દ્ર પરમાર દ્રારા ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળી રહે એવી અભ્યર્થના પાઠવીએ છીએ .

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleમિટિંગમાં લેવાયો નિર્ણય : સોમવાર થી આવતા શનિવાર સુધી રાજપીપળા ના બજારો સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે
Next articleઆસરમા ગામે આવેલ ફાર્મ હાઉસમાં બે પુરુષ અને એક મહિલા કઢંગી હાલતમાં પકડાતા પોલીસે અટક કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here