રાજ્યસભાના સાંસદશ્રી જુગલસિહ લોખંડવાલાના જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ સ્થિત બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો
બોરસદ તાલુકાના રાવણાપુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રાજ્યસભા સાંસદ અને સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના પ્રદેશ અધ્યક્ષ જુગલસિહ લોખંડવાલાના જન્મદિવસ નિમિત્તે ઠાકોર વિકાસ સંઘ આણંદ જિલ્લા ધ્વારા રાવણાપુરા ખાતે સોમવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના રાવણાપુરા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં આણંદ જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી રમણભાઇ સોલંકી , બોરસદ તાલુકા પૂર્વ પ્રમુખ હરમાનભાઇ ઠાકોર , બોરસદ તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ઠાકોર નોટરી વકીલ, વાઇબ્રન્ટ મલ્ટી મીડિયાના સીઇઓ રમેશભાઇ ઠાકોર (રૂપિયાવાલા) આંકલાવ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, બોરસદ તાલુકા પ્રમુખ પ્રકાશભાઇ ઠાકોર રાવણાપુરા યુવાનો સહ ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ સ્થિત બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું.આ બ્લડ કેમ્પમાં ૩૫ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું. ગામના યુવાનોએ ઉસ્તાહભેર આ બ્લડ કેમ્પમાં ભાગ લીધો હતો.