Home Bollywood બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા-દીપિકા મુશ્કેલીમાં, મુંબઈ ક્રાઇમ બ્રાંચે શરૂ કરી તપાસ

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા-દીપિકા મુશ્કેલીમાં, મુંબઈ ક્રાઇમ બ્રાંચે શરૂ કરી તપાસ

48
0

મુંબઇ ક્રાઈમ બ્રાંચ દ્વારા ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કૌભાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમનો ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તપાસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ફેક ફોલોઅર્સ મામલે 10 સેલીબ્રીટીઓની યાદીમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જોનાસના નામોનો પણ સમાવેશ થાય છે.
આ ફેક ફોલોઅર્સને ઇન્સ્ટાગ્રામની ભાષામાં “Bots” કહેવામાં આવે છે. હવે મુંબઈ પોલીસ આગામી અઠવાડિયાથી સત્વરે આ તમામ સેલીબ્રીટીઓની પૂછપરછ કરે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે અંદાજે 100 થી 150 લોકોનાં નિવેદનો લેવામાં આવશે.

નિવેદન લેતી વખતે, પોલીસ આ તમામ સેલીબ્રીટીઓને તેમને ફોલો કરી રહેલા ફોલોઅર્સના નંબરને પ્રુફ કરવા માટે કહેશે. એટલે કે સેલિબ્રિટીએ તે સાબિત કરવું પડશે કે તેના ફોલોઅર્સ અસલી છે અને તેઓને તેને કોઇ કંપની પાસેથી ખરીદયા નથી. આ કેસમાં 18 લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના બોલીવુડ અથવા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે.
આમાં નિર્માતા, નિર્દેશક, એકટ્રેસ ઉપરાંત મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, આસિસ્ટન્ટ ડાયરેકટર જેવા લોકો પણ સામેલ છે. આ બધા બોલિવૂડમાં સેકન્ડ ગ્રેડ સેલિબ્રીટી છે. આ સાથે મુંબઇ ક્રાઈમ બ્રાંચે ફ્રાન્સ સરકારને એક પત્ર લખ્યો છે જેમાં followerscart.com સાથે જોડાયેલા લોકો જેઓ ફ્રાન્સમાં રહે છે તેઓ અંગે માહિતી માંગી છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ક્રાઇમ બ્રાંચે આવી 68 જેટલી કંપનીઓની ઓળખ કરી છે જે આ રીતે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સનું રેકેટ ચલાવી રહી છે. પોલીસે પહેલેથી જ અભિષેક નામના એક વ્યક્તિની આ મામલે ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય એકની આ મામલે પુછપરછ થઇ છે. હવે પોલીસ કોએના મિત્રાના કેસની પણ આ ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમ અંતર્ગત જ તપાસ કરશે. જેમાં પોલીસના હાથે સાહિલ ખાન નામનો એક વ્યક્તિ હાથ લાગ્યો છે.
ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ, આ આખી સિસ્ટમ “Cost per Post” પર ચાલે છે. એટલે કે દરેક પ્રભાવશાળી સોશિયલ મીડિયા યુઝર્સનો એક ભાવ હોય છે. જેઓના ફોલોઅર્સ વધુ હોય તેઓને કંપનીઓ તેમની બ્રાન્ડ અંગેની પોસ્ટ માટે વધારે પૈસા ચુકવે છે. આ માટે ઘણા બોલીવુડ અને ટેલીવુડની સેલિબ્રિટીઓ ડિઝીટલ ફૂટ પ્રિન્ટ માટે આવી કંપનીઓ હાયર કરીને ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ માટે ડિલ કરે છે.
આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ દ્વારા, કોઈપણ એડવર્ટાઇઝરને એ જાણવા મળી શકે છે કે ક્યા સોશિયલ મીડિયા પર કઇ પોસ્ટને કેટલી લાઇક્સ મળી, કેટલા ફોલોઅર્સ છે, ક્ઇ ઉંમરના છે. જેના આધારે બાદમાં આ કંપનીઓ આ બ્રાન્ડ પાછળ પૈસા ખર્ચે છે. આ મામલે ક્રાઈમ બ્રાંચને પુરો વિશ્વાસ છે કે તમામ સોશિયલ મીડિયા નેટવર્કિંગ કંપનીઓની સુરક્ષામાં ઘુસણખોરી થઈ છે. અને હવે આ પણ ક્રાઈમ બ્રાંચના રડારમાં આવી ગયા છે.


Previous articleડાકોર નગરપાલિકા દ્વારા ડાકોર ની તમામ જગ્યા ને સેનેટાઈઝ કરવામાં આવ્યું વીડીયો અને ફોટો જોવા ક્લિક કરો
Next articleડાકોર નગર પાલિકા દ્વારા સરકારશ્રી ની સૂચના મુજબ કોરોના વાઇરસ રોગચારા ની કામગીરી પેટે સ્ક્રિનિંગ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here