Home Entertainment બોલીવૂડને પહેલા છ મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો

બોલીવૂડને પહેલા છ મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો

56
0

કોરોના વાયરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંફાવી રહ્યું છે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ,તા.30 જૂન 2020, મંગળવાર
કોરોના વાયરસના પ્રકોપને કારણે બોલીવૂડનું ૨૦૨૦નું વરસ બહુ ખરાબ જઇ રહ્યું છે. ૧૦૦ થી અધિક દિવસોથી પૂરા દેશમાં થિયેટરો બંધ પડયા છે. પરિણામે હિંદી બોક્સ ઓફિસ પર બહુ ખરાબ પ્રભાવ પડયો છે. બોલીવૂડને સખત આર્થિક ફટકો પડયો છે. સાલ ૨૦૧૯ અને ૨૦૨૦ની સરખામણી કરતાં આંકડાઓ બહાર આવ્યા છે.
સાલ ૨૦૨૦ની શરૂઆતમાં થોડી ફિલ્મોએ સારી કમારી કરી લીધી નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ હોત. ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરે રૂપિયા ૨૭૯.૫૫ કરોડનો વ્યવસાય કર્યો. સ્ટ્ટી ડાન્સર ૩ ડીનો ૬૮. ૨૮ કરોડનો કારોબાર હતો. શુભ મંગલ જ્યાદા સાવધાન રૂપિયા ૬૦.૭૮ કરોડ અને બાગી ૩ એ રૂપિયા ૯૩.૯૭ કરોડનું બોક્સ ઓફિસ કલેકશન કર્યું.
આ રીતે પહેલા હાફમાં લગભગ રૂપિયા ૭૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી જ્યારે બીજા હાફની કમાણી ઝીરો છે.
૨૦૧૯માં પહેલા જ હાફમાં બોલીવૂડની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રૂપિયા ૨૩૪૦ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. તેથી જ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦ના પ્રથમ  હાફમાં ૧૫૬૫ કરોડ રૂપિયાનું નુકસાન થયાની ગણતરી છે. હજી પણ ફિલ્મો રિલીઝની કોઇ સંભાવના દેખાતી નથી. તેથી બોલીવૂડની બોક્સ ઓફિસના કલેકશનનું અંતર  સમયની સાથે વધતુ જવાનું છે.


Previous articleકોરોનાના કેસ વધે છે તેમ-તેમ ચીન સામે મારો ગુસ્સો વધી રહ્યો છેઃ ટ્રમ્પ
Next articleગણપતિ ઉત્સવ પર કોરોના ઈફેક્ટ, લાલબાગ મંડળ નહીં કરે મૂર્તિ વિસર્જન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here