Home Bollywood બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ડ્રગ્સના કેસમાં NCBના રડાર પર આવી...

બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ડ્રગ્સના કેસમાં NCBના રડાર પર આવી છે…

14
0

બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ડ્રગ્સના કેસમાં NCBના રડાર પર આવી છે. દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી છે. ડ્રગ્સ એંગલમાં નામ સામે આવ્યા બાદ દીપિકાનું નામ સોશિયલ મીડિયા પર ગુંજી રહ્યુ છે. ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. કંગના રનૌતે પણ દીપિકા પર પ્રહાર કર્યા છે.
એક રીપોર્ટ અનુસાર દીપિકા પાદુકોણ ડ્રગ્સના કેસમાં પોતાનું નામ આવતા આ મામલે પોતાનો પક્ષ રજૂ કરી નિવેદન આપી શકે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દીપિકાને જલ્દી બોલાવે તેવા પણ અહેવાલો છે. કરિશ્માને આજે NCB દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. અલબત્ત NCB કરિશ્મા સાથે દીપિકા સાથેની તેની ચેટ પર વાત કરશે. આ ડ્રગ્સ ચેટ પર NCB કરિશ્માને પ્રશ્નો પૂછશે.
કરિશ્મા ક્વાન કંપનીની મેનેજર છે. કરિશ્મા સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથે કામ કરે છે. કરિશ્મા જયાની મેનેજર છે. આજે NCB સાથે મળીને જયા અને કરિશ્માની પૂછપરછ કરી શકે છે.
કરિશ્મા દીપિકાની ડ્રગ્સ ચેટ
દીપિકા કરિશ્માને ચેટમાં પૂછે છે, શું તારી પાસે માલ છે? જવાબમાં કરિશ્માએ કહ્યું- હા. પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું … પછી કરિશ્માએ કહ્યું- હું અમિતને મોકલી શકું છું. દીપિકાએ કહ્યુ હા શ્યોર ત્યારે કરિશ્મા કહે છે – અમિત લઈ આવી રહ્યો છે. દીપિકાએ પૂછ્યું – હૈશ છે કે નહી? કરિશ્મા કહે છે – હૈશ નથી ગાંજો છે.

Previous articleબોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના ભડકેલા સ્ટેટમેન્ટ અને મોં પર સંભળાવી દેવાની વાતના કારણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે….
Next articleવોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here