International

બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન એ કોરોના ના નવા સ્ટ્રેન ના વધતા જતા કેસોના પગલે દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત.

બ્રિટન (Britain)ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ( Prime Minister Boris Johnson) એ કોરોના સંક્રમણના નવા સ્ટ્રેન (New Strain)ના વધતા જતા કેસોના પગલે દેશમાં લોકડાઉન (Lockdown) કરવાની જાહેરાત કરી દીધી છે. બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે જીવલેણ કોરોના સામે લડવા માટે કમ સે કમ ફેબ્રુઆરીના મધ્ય સુધી નવું સ્ટે-ઓન-હોમ લોકડાઉન લગાવામાં આવ્યું છે, જેથી જે ઘાતક વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે તેને રોકી શકાય.

આ જાહેરાતની સાથે જ બ્રિટિશ વડાપ્રધાને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી. મંગળવારથી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ઓનલાઇન ચાલશે. લોકડાઉનની જાહેરાત સાથે લોકો હવે ઘરની બહાર જવાનું લગભગ બંધ થઇ જશે. ફક્ત જરૂરી કામતી જ લોકો બહાર નીકળી શકશે.

વડાપ્રધાન બોરીસે સોમવારે રાત્રે દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે જે રીતે સંક્રમણના કેસ વધી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે વધુ સખત મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં આપણે એક રાષ્ટ્રીય લોકડાઉનમાં જવું જ જોઇએ કારણ કે કોરોનાના નવા સ્ટ્રેનની સામે આ કડક પગલાં પૂરતા છે. આનો અર્થ એ છે કે સરકાર ફરી એકવાર તમને ઘરમાં રહેવા માટે નિર્દેશ કરી રહી છે.

લોકો જરૂરી કામ માટે ઘરની બહાર નીકળી શકે છે

જો કે તેમણે એમ પણ કહ્યું કે લોકો જરૂરી કામ માટે ઘરની બહાર જઇ શકે છે. જેમ કે જરૂરી સામાન, જો વર્ક ફ્રોમ હોમ શકય ના હોય તો જ ઓફિસ જવા માટે નીકળો, એક્સરસાઇઝ, મેડિકલ સહાયતા માટે અને ઘરેલું હિંસાથી બચવા માટે બહાર નીકળી શકો છો.

યુરોપના બાકીના ભાગો કરતાં બ્રિટનમાં વધુ લોકોને રસી આપવામાં આવી છે: પીએમ

તેમણે જણાવ્યું હતું કે બ્રિટનમાં સૌથી વધુ રસીકરણનો કાર્યક્રમ શરૂ થઇ ચૂકયો છે અને બાકી યુરોપ કરતાં વધુ લોકોને રસી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ વેગ પકડી રહ્યું છે. તેનું કારણ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી છે, જેનું રસીકરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.