Home South-Gujarat વાલિયા પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલ કોંગ્રેસ ની કારોબારી બેઠક માં બીટીપી...

વાલિયા પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલ કોંગ્રેસ ની કારોબારી બેઠક માં બીટીપી ના આગેવાનો કોંગ્રેસ માં જોડાયા

19
0

છોટુભાઇ વસાવા ના ગઢ માં મોટું ગાબડું
માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ની ઉપસ્થિતિ માં યોજાયેલ બેઠક માં વાલિયા તાલુકા ના બીટીપી ના ૧૫૦ જેટલા કાર્યકરો એ કોંગ્રેસ નો હાથ ઝાલ્યો
તાલુકા પંચાયત ના સભ્ય સહિત માજી સરપંચો અને હોદ્દેદારો ને ખેસ પહેરાવી આવકાર્યા

વાલિયા ખાતે આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે કોંગ્રેસ ની તાલુકા કક્ષાની કારોબારી બેઠક યોજાય હતી જેમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ની ઉપસ્થિતિ માં ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના વાલિયા તાલુકાના આગેવાનો કોંગ્રેસ માં જોડાયા હતા તાલુકા પંચાયત ના સભ્ય વિજય વસાવા સહીત ૧૫૦ થી વધુ કાર્યકરો એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરતા છોટુભાઇ વસાવા ની છાવણી માં સન્નાટો છવાઈ ગયો હતો


વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક પોલીટેકનીક કોલેજ ખાતે યોજાય હતી આ બેઠક માં માજી કેન્દ્રીય મંત્રી ડો તુષાર ચૌધરી,ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા,જીલ્લા આગેવાન સંદીપ માંગરોલા,અરવિંદ દોરાવાલા ઉપસ્થિત રહ્યા હતા આ કારોબારીમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે છોટુભાઇ વસાવા ની બીટીપી માં મોટું ગાબડું પડ્યું હતું જેમાં બીટીપી ના વાલિયા તાલુકા પંચાયત ના સભ્ય વિજય વસાવા, તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ બાબુ શામજી વસાવા, વાલિયા તાલુકા બીટીપી ના માજી પ્રમુખ કિરીટ વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના પૂર્વ અધ્યક્ષ વિજય સી. વસાવા ધારોલી ગામના બીટીપી ના આગેવાન ફતેસિંહ વસાવા સહીત ના ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસ માં જોડાતા છોટુભાઇ વસાવા ની બીટીપી છાવણી માં સન્નાટો વ્યાપી ગયો હતો ડો. તુષાર ચૌધરી અને જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા સહીત ના આગેવાનો એ તેઓ ને ખેસ પહેરાવી કોંગ્રેસ માં આવકાર્યા હતા સાથે ૨૦૨૨ ઝઘડિયા વિધાનસભા જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ પ્રસન્ગે વાલિયા તાલુકા કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
વાલિયા તાલુકા ના બીટીપી ના આગેવાનો કોંગ્રેસ માં જોડાયા
વિજયભાઈ નાનસિંગભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત સભ્ય, ફતેસિંગભાઈ ચીમનભાઈ વસાવા સામાજીક કાર્યકર બીટીપી,
બાબુભાઈ સોમભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત માજી ઉપ પ્રમુખ, વિજયભાઈ સી.વસાવા માજી તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ, મુકેશભાઈ વસાવા ડહેલી માજી સરપંચ, કિરીટભાઈ વસાવા પૂર્વ બીટીપી વાલિયા તાલુકા પ્રમુખ, અમીરભાઈ વસાવા વટારીયા ગ્રામ પંચાયત સભ્ય સહિતના ૧૫૦ થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ માં જોડાયા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ,


Previous articleઉમરેઠ કાપડ મહાજનના પ્રમુખ તરીકે સંજય શહેરાવાળાની વરણી
Next articleઅંકલેશ્વર ના મમતાનગર માં થી કાર માં થી વિદેશી દારૂ ઝડપાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here