Home Kheda (Anand) એગ્રો ફોરેસ્ટ્રી યોજના અન્વયે કેપેસીટી બીલ્ડીંગ એન્ડ ટ્રેનીંગ તથા સ્વૈચ્છિક કાર્બન પ્રોજેકટ...

એગ્રો ફોરેસ્ટ્રી યોજના અન્વયે કેપેસીટી બીલ્ડીંગ એન્ડ ટ્રેનીંગ તથા સ્વૈચ્છિક કાર્બન પ્રોજેકટ કાર્યક્રમ યોજાયો

89
0

ખેડા જિલ્લા વન વિભાગ અને TERI, VNV સલાહકાર સંસ્થાની સાથે રહી “ખેડા જિલ્લામાં એગ્રો ફોરેસ્ટ્રી વાવેતર માટે સ્વૈચ્છિક કાર્બન માર્કેટ પ્રોજેકટ” અમલમાં મૂકી રહી છે. આ પ્રોજેકટનો ઉદ્દેશ ખેડા જિલ્લામાં કાર્બન સિક્વેસ્ટ્રેશનની સંભાવવાનું મૂલ્યાંકન કરવાનો અને સાથે કાર્બન ક્રેડીટના સ્વરૂપમાં ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. આ પ્રોજેકટ અંતર્ગત કાર્બન ઉત્સર્જન ઘટાડાનો દાવો કરવા માટે VERRA દ્વારા VCS સ્ટાન્ડર્ડ સાથે નોંધણી કરવાનો છે. આ સંદર્ભે ખેડુતોના મંતવ્યો જાણવા માટે ખેડા જિલ્લા વન વિભાગ, TERI અને VNV સલાહકાર સંસ્થા દ્વારા તા.૧૩/૦૯/૨૦૨૧, સોમવારના રોજ ઉમા મંગલ ભવન, મંજીપુરા રોડ, મંજીપુરા ચોકડી, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ડૉ ટી. કરૂપ્પાસામી, નાયબ વન સંરક્ષકશ્રી, નડીઆદ, શ્રી એન.એસ.પટેલ, મદદનીશ વન સંરક્ષકશ્રી, નડીઆદ, ડૉ.જે.વી.શર્મા, નિવૃત આઈ.એફ.એસ. અધિકારી,ઉત્તરપ્રદેશ કેડર. ડાયરેકટર લેન્ડ રીસોર્સ ડીવીઝન, ટેરી., શ્રી સિધ્ધાર્થ અડકે, ટેરી-પ્રોજેકટ, શ્રી સતીષ શ્રીવાસ્તવ, આઈ.એફ.એસ. અધિકારી, ગુજરાત કેડર, ડૉ વાર્સનેય, નિવૃત આઈ.એફ.એસ. અધિકારી, ગુજરાત કેડર તથા એન.જી.ઓ.-શીડ ફાઉન્ડેશન અને પ્રમુખશ્રી, સોમીલ એસોશીએશન, ખેડા-નડીઆદે ઉપસ્‍થિત રહિ ખેડુતો દ્વારા પુછવામાં આવેલ વિવિધ પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન, વૃક્ષ વાવેતર તેમજ કાર્બન ઉત્સર્જન અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને મોટી સંખ્‍યામાં ખેડુત અગ્રણીઓ હાજર રહેલ હતા. તેમજ હજુ કોઇ ખેડૂત મિત્રોને આ અંગે વધુ જાણકારી જોઇતી હોય તો નીચે જણાવેલ સરનામે રૂબરૂ કે ટેલીફોનથી મેળવી શકશે તેમજ નાયબ વન સંરક્ષકશ્રીએ જણાવેલ હતું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here