Home Kheda (Anand) તા.30 મે ના રોજ આણંદ ખાતે ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી...

તા.30 મે ના રોજ આણંદ ખાતે ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

53
0

જિલ્લાના તમામ તાલુકાઓમાં તા. ૧ થી ૬ જુન દરમિયાન કાર્યક્રમો યોજાશે,આણંદ ખાતે અને તાલુકાઓમાં યોજાનાર સેમિનારનો વિદ્યાર્થીઓ-વાલીઓને લાભ લેવા અપીલ
આણંદ – શુક્રવાર :: વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધોરણ ૧૦ અને ૧૨ મહત્વનાં વળાંક લઇને આવે છે. અત્યારના આધુનિક અને વિકસતા જતા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કારકિર્દીના ઘણાં વિકલ્પો ઉપલબ્ધ બન્યાં છે તો ઘણાં નવા ક્ષેત્રો ઉભરી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર યોગ્ય દિશામાં કરી શકે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તમામ મહાનગરો, જિલ્લાઓ અને તાલુકાઓમાં ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન રાજયના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીની પ્રેરણા અને માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યું છે.આ આયોજનના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજવામાં આવી રહ્યા છે.તદ્અનુસાર આણંદ જિલ્લામાં આગામી તા. ૩૦-૦૫-૨૦૨૨ સોમવારના રોજ જિલ્લા કક્ષાનો ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સવારના ૯-૩૦ કલાકે વિદ્યાનગર રોડ, બીગ બજારની સામે, ડી. ઝેઙ. પટેલ હાઇસ્કૂલ ખાતે યોજાનાર છે.જયારે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તા. ૧ થી ૬ જૂન દરમિયાન યોજવામાં આવનાર છે.તદ્અનુસાર તા. ૧લી જૂનના રોજ પેટલાદ અને સોજિત્રા તાલુકાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પેટલાદની વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે, તા. ૨જી જૂનના રોજ તારાપુર તાલુકાનો મોરજ ખાતેની એલ.ડી.પટેલ વિદ્યાવિહાર ખાતે, તા. ૩જી જૂનના રોજ બોરસદ તાલુકાનો બોચાસણ ખાતેની એ.પી. વિદ્યાલય ખાતે, તા. ૩જી જૂનના રોજ આંકલાવ તાલુકાનો બામણગામ-ગંભીરા ખાતેની સરદાર પટેલ વિદ્યાલય ખાતે, તા. ૪થી જૂનના રોજ ઉમરેઠ તાલુકાનો થામણાની કે.સી.પરીખ હાઇસ્કૂલ ખાતે અને તા. ૬ઠ્ઠી જૂનના રોજ ખંભાત તાલુકાનો ખંભાતની એસ.ઝેઙ વાઘેલા હાઇસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાનાર છે.આ સેમિનારોમાં તજજ્ઞ તરીકે સર્વ શ્રી સી.સી.મહેતા, એન. કે. રોહિત અને એસ. એ. પઠાણ માર્ગદર્શન આપશે. જયારે સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને મહાનુભાવો પણ જોડાનાર હોઇ જિલ્લા અને તાલુકામાં યોજાનાર આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો વિદ્યાર્થીઓ અને વાલીઓને લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આણંદએ એક યાદી દ્વારા અપીલ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here