Home Kheda (Anand) સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ,બાકરોલમાં 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ,બાકરોલમાં 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

76
0

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં ૭3 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમના કેમ્પસ કોર્ડિનેટર પ્રા.મેહુલ મિસ્ત્રી અને સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ તથા સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં મુખ્ય મહેમાન તરીકે કેપ્ટ્ન ડી. બી. સિંઘ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને તેઓએ આ પર્વને ધ્યાનમાં રાખીને પોતાનું ઉદ્દબોધન રજૂ કર્યું હતું.


આ કાર્યક્ર્મમાં ભગીની સંસ્થાઓ જેમ કે સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી, સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એમ.બી.એ), સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ, સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ, સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સના આચાર્યશ્રીઓ, ડાયરેક્ટરશ્રીઓ તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રગીતનું ગાન કરી પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. આ કાર્યક્ર્મનું સંચાલન સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના પ્રા. હેતલ શાહ, પ્રા. આરતી પટેલ તથા ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર પરેશ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here