Home Kheda (Anand) સ્પેક (એસ.પી.સી.એ.એમ.) કોલેજ ખાતે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસની ઉજવણી

સ્પેક (એસ.પી.સી.એ.એમ.) કોલેજ ખાતે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસની ઉજવણી

146
0

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) બાકરોલ ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ની ઉજવણી કોલેજના ડબ્લ્યુડીસી ના ઇન્ચાર્જ જુલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ સ્પર્ધામાં કોલેજના બીબીએ, બીકોમ, બીસીએ અને બીબીએઆઈએસએમ ના પ્રથમ, ચોથા અને છઠ્ઠામાં સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ માટે એક ક્વીઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને એક વીમેન એમપાવરમેન્ટ પર એક મુવી “મેડમ ગીતા રાની” બતાવવામાં આવ્યું હતું. જેમાં એક દીકરી ની સરકારી શાળા ને આગળ લાવવા માટે તમામ ભ્રષ્ટ અધિકારીઓ સામેની લડત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા તથા ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી દ્વારા તમામ સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here