South-Gujarat

૨૪મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પંચાયતને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ એવોર્ડ પ્રાપ્ત થયો

હાંસોટ તાલુકા પંચાયતે ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું…

૨૪મી એપ્રિલ-૨૦૨૧ના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયતો વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટે ચાર કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઓનલાઈન એનાયત કરાયા હતા. જેમાં ગુજરાત રાજ્યના ૨ તાલુકાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ એવોર્ડ પ્રાપ્ત થયેલ જેમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પંચાયતની પસંદગી કરવામાં આવી છે વડાપ્રધાનશ્રીના વચ્યુઅલ કાર્યક્રમના માધ્યમથી એવોર્ડ વિજેતા તાલુકા પંચાયતને રૂા.રપ લાખની પુરસ્કાર રાશિ સીધી બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી દ્વારા દેશની ૩૧૩ ગ્રામપંચાયતોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સશકિતકરણ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત પુરસ્કાર અને ગ્રામ પંચાયત વિકાસ યોજના એવોર્ડ એમ ચાર કેટેગરીના એવોર્ડ સહિતની ધનરાશિનું વિતરણ કરાયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પ્રતિસ્પર્ધામાં દેશની કુલ આશરે ૭૪૦૦૦ જેટલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકા પંચાયતને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ એવોર્ડ પ્રાપ્ત થતાં ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકા પંચાયતને કલેક્ટર ડૉ. એમ. ડી. મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયના હસ્તે તાલુકાની ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ ટ્રાન્સફોર્મશનની વિશેષ કામગીરીની સાથે-સાથે ઈનોવેટિવ કામગીરી બદલ તાલુકાની સમગ્ર ટીમને અભિનંદન આપી તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.વી.માણિયાને મોમેન્ટો અર્પણ કરી પુરસ્કૃત રાશિ દ્વારા હાંસોટ તાલુકો વિકાસની નવી ઉંચાઈઓ સર કરે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.