ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસમાં જન આંદોલન થી રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણી નું નક્કી થઈ આવતા મોરબી આઇસીડીએસ વિભાગની મળેલી સૂચના અનુસાર હળવદ તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાન નો પ્રોગ્રામ પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં ચાલતા આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ અભિયાન નાબૂદી અંતર્ગત સગર્ભા ધાત્રી બાળકો અને કિશોરીઓને શુદ્ધ આહાર અંગે ની સમજણ તેમજ માર્ગદર્શન અભિયાનના રૂપમાં આપવાનું નક્કી થયેલ
સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પોષણ વાટીકા સંદર્ભે તાલુકાના ગ્રામ્ય કક્ષા તેમજ શેરી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ઉપર વૃક્ષારોપણ ની કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત હળવદ તાલુકાના ઘનશ્યામ પુર એક કેન્દ્ર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તેમજ પોષણ સપ્તાહ ના ભાગરૂપે બીજા સપ્તાહમાં રણમલપુર તેમજ ચરાડવા ગામે પોષણ માસ ના ઉજવણી માં વાનગી હરીફાઈ તેમજ અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ
આજરોજ બીજા સપ્તાહના અંતમાં ટીકર ગામે પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ જાગૃતિ અભિયાન દરમિયાન ટિકર ગામ ના કેન્દ્રો ઉપર પોષણ અભિયાન ની વિવિધ પ્રવૃતિ જેવીકે પોષણ અભિયાન રેલી યોગા કાર્યક્રમ તેમજ કિશોરી વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી શ્રી જ્યોતિ બેન પારેખ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ટીકર પ્રોગ્રામ માં હાજરી આપેલ પ્રોગ્રામ દરમ્યાન કિશોરી સગર્ભા લાભાર્થીઓને પૂર્ણા શક્તિ માતૃશક્તિ પોષણ આહારનું તેમના હસ્તક વિતરણ કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં cdpo મમતાબેન રાવલ ના માર્ગદર્શન થી સુપરવાઇઝર પ્રિયંકાબેન યાજ્ઞિક દ્વારા આયોજન કરવામાં આવેલ હતું
મયુર રાવલ હળવદ