Home South-Gujarat ભરૂચ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રકુમાર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસની થયેલી...

ભરૂચ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રકુમાર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસની થયેલી ઉજવણી

1
0

પાંચ વર્ષ આપણી સરકારના “સૌના સાથ, સૌના વિકાસના”
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ૪૫૦ સખીમંડળોને રૂ.૪૫૦ લાખની વ્યાજ વિનાની લોન અપાઈ
મહાનુભાવોના હસ્તે ૨૦ સખીમંડળોને ચેક તથા લોનના મંજૂરીપત્રો એનાયત : વહાલી દિકરી યોજનાના ત્રણ લાભાર્થી ઓને પણ મંજૂરીપત્રો એનાયત કરાયા

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે નારી ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રકુમાર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
નારી ગૌરવ દિવસે નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખીમંડળની બહેનોને ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાના ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારની ૩૫૦ સખીમંડળોને રૂ.૪૫૦ લાખની લોન સહાય આપવામાં આવી હતી. જે પૈકી મુખ્ય સ્ટેજ પરથી અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને મહાનુભાવોના હસ્તે ૨૦ સખીમંડળોને ચેક તથા લોનના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વહાલી દિકરી યોજનાના ત્રણ લાભાર્થીઓને પણ મંજૂરીપત્રો એનાયત કરાયા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગાટય કરી વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ઉપસ્થિત બહેનોને નારી ગૌરવ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, નારીનું ગૌરવ એ આ દેશની પરંપરા છે, જયાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતા પણ હાજરાહજુર હોય છે. સ્ત્રી એક ઘરની લક્ષ્મી છે તેમ જણાવી નારી ગૌરવની ગાથા વર્ણવી હતી.
વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન અને સમર્પણ નોંધપાત્ર છે. જ્યાં મહિલા સશક્ત હોય ત્યાં બાળક, કુટુંબ અને સમાજ આપમેળે જ સશક્ત બને છે તેમ જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિશ્વફલક પર ગુજરાતને ઉજાગર કરતા કામોની માહિતી આપી વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં થયેલા કામો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમના શાસનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે, મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, ગૌ હત્યા નાબૂદી કાયદો, આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો, રૂપિયા ૮૨૫ કરોડની વીજ બિલમાં રાહત, વહાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપ માતાઓના પેન્શનમાં વઘારો, પુન: લગ્ન કરનાર વિધવા મહિલા સહાય, નારી અદાલતો, ૧૦ લાખ વિધાર્થીઓને ટેબ્લેટ, ૭૫૦૦ એક્કર જમીન સાંઢણી જમીન અનુસૂચિત જાતિને આપી, અબોલા પશુઓ માટે ૪૩૦ ફરતા દવાખાના, ૧૭ લાખ યુવાનોને રોજગાર-સ્વરોજગારી, ૧૭૦૦ ધન્વનંતરી રથ જેવા વિવિધ કાર્યોની વિસ્તૃત માહિતી લોકોને આપી હતી. અધ્યક્ષશ્રીએ પંડિત ઓમકારનાથ ઠાકુરના જીવનકવન વિશે પણ માહિતી આપી હતી.
વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, કોરોના મહાબિમારીના કપરાકાળમાં પણ રાજય સરકારના નાગરિક પુરવઠા વિભાગના કર્મનિષ્ઠ અધિકારી – કર્મયોગીઓ અને ૧૭ હજાર વ્યાજબી ભાવની દુકાન સંચાલકોને કારણે અનાજનું વિતરણ રાજયમાં સુચારું રીતે આયોજન થયું છે જેને બિરદાવ્યું હતું.


નારી ગૌરવ માટે રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાનું જણાવી અધ્યક્ષશ્રીએ સંવેદનશીલ સરકારના ખુબ જ મહત્વકાંક્ષી એવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગું કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસની પ્રક્રિયામાં મહિલાઓની ભાગેદારી વધારીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની લી(GLPC) દ્વારા અને શહેરી વિસ્તારના ગુજરાત અર્બન લાઈવલી હુડ મિશન(GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિગ અને સેવિંગ જુથની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ઝીરો ટકાના વ્યાજે રાજ્ય સરકાર દ્વારા ૧૦ લાખ મહિલાઓને રૂ.૧૦૦૦/- કરોડની લોક સહાય આપવાનો નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલે મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપી મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી. જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયાએ નારી ગૌરવ દિવસની ઉજવણીની વિગતો આપી હતી. નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ યોજનાનો ઉદ્દેશ સમજાવ્યો હતો.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, આગેવાન પદાધિકારીઓ, મહિલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleવડિયા જકાતનાકા રોડ પરની મારૂતિધામ સોસાયટીમાંથી 70,000 ની એક્ટિવાની ચોરી થતા ફફડાટ
Next articleનેત્રંગમાં નારી ગૌરવ દિવસની શાનદાર ઉજવણી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here