Home India કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય / અંગ્રેજોના સમયથી ચાલી આવતી વ્યવસ્થાનો અંત, હવે...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય / અંગ્રેજોના સમયથી ચાલી આવતી વ્યવસ્થાનો અંત, હવે સૂર્યાસ્ત બાદ પણ થઇ શકશે પોસ્ટમોર્ટમ

133
0

કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા, બળાત્કાર, વિકૃત મૃતદેહો અને શંકાસ્પદ કેસોને છોડીને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની ગઇ કાલે સોમવારથી પરવાનગી આપવામાં આવી છે. ઘટનાક્રમનો સંદર્ભ આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હિંદીમાં આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘અંગ્રેજોના સમયની વ્યવસ્થા હવે ખતમ!


હવે 24 કલાક સુધી પોસ્ટમોર્ટમ થઇ શકશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસના વિચારોને આગળ ધપાવતા સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે હોસ્પિટલની પાસે રાત્રિના પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે તે હવે સૂર્યાસ્ત બાદ પણ પોસ્ટમોર્ટમ કરી શકશે.’
અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવામાં આવવું જોઇએ


સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ‘કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વિભિન્ન સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત અનેક સંદર્ભોના જવાબમાં વધુ સરકારી પ્રક્રિયાઓના અનુપાલન સંબંધી બોઝને ઓછી કરવા જીવનની સુગમતાને પ્રોત્સાહન વધારવાની સરકારની પ્રતિબદ્ધતાના અનુરૂપ આજથી પ્રભાવી સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.’ તેઓએ જણાવ્યું કે, ‘મૃતકના દોસ્તો અને સંબંધો સિવાય આ નવી પ્રક્રિયા અંગદાન અને પ્રતિરોપણને પણ પ્રોત્સાહન આપે છે કારણ કે પ્રક્રિયા બાદ નિર્ધારિત સમયમાં અંગોને નીકાળી શકાય છે.’

તેઓએ જણાવ્યું કે, સંબંધિત પ્રોટોકોલમાં જણાવવામાં આવ્યું કે, અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવામાં આવવું જોઇએ અને તે સૂર્યાસ્ત બાદ પણ તે હોસ્પિટલોમાં કરવામાં આવવું જોઇએ, જેની પાસે નિયમિત આધાર પર આ પ્રકારના પોસ્ટમોર્ટમ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અન્ય ચીજોની સાથે-સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઢાંચાની સુદ્રઢતાની આકારણી હોસ્પિટલ પ્રભારી દ્વારા કરવામાં આવશે જેથી પુરાવાના મૂલ્યનું મહત્વ ઓછું થાય તેની ખાતરી કરવા કરવામાં આવી નથી.

આ સાથે એ પણ રેખાંકિત કરવામાં આવ્યું કે, કોઈ પણ શંકાને દૂર કરવા માટે આખી રાતના તમામ પોસ્ટમોર્ટમ માટે વિડિઓ રેકોર્ડિંગ કરવામાં આવશે અને તેને કાયદાકીય હેતુઓ માટે ભવિષ્યના સંદર્ભ માટે સાચવવામાં આવશે. જો કે, જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન હોય ત્યાં સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, વિકૃત મૃતદેહો અને શંકાસ્પદ શ્રેણીના કેસો પોસ્ટમોર્ટમ માટે રાત્રિનો સમય ન રાખવો જોઈએ.

Previous articlePM મોદી આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન, ફક્ત 8.30 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે
Next articleભરૂચ જિલ્લાના કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવા ના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ જિલ્લા પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here