Home Ahmedabad શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે જીવન અર્પિત કરનાર જિલ્લા કેળવણી નિરીક્ષકશ્રી દિલીપભાઇ ચૌહાણને...

શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે જીવન અર્પિત કરનાર જિલ્લા કેળવણી નિરીક્ષકશ્રી દિલીપભાઇ ચૌહાણને સન્માનિત કરવા અર્થે યોજાયેલ શાલીનતાપૂર્ણ સન્માન-સમારંભ

68
0

સુરેન્દ્રનગર : તાજેતરમા સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રવેશદ્રાર એવા સુરેન્દ્રનગર શહેરને આંગણે, જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે કુલ 32 વર્ષ સુધી, શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે જીવન અર્પિત કરનાર જિલ્લા કેળવણી નિરીક્ષકશ્રી દિલીપભાઇ એમ. ચૌહાણ (રબારી) વય-મર્યાદાને લીધે, સેવા-નિવ્રુત થતા તેઓશ્રીનો “સેવા-નિવ્રુત સન્માન કાર્યક્રમ” સાર્થક રીતે યોજાઇ ગયો, જેમાં દૂધરેજધામના સંતશ્રી મુકુંદરામજી મહારાજ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેંદ્રભાઇ મૂંજપરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ.જી. રથવી, સમાજ-અગ્રણી અને ઉદ્યોગપતિશ્રી ઘનશ્યામભાઇ સાવધરિયા, જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી દેવપાલસિંહ ઝાલા, દૂધસંઘના વાઇસચેરમેનશ્રી અલ્પેશભાઇ સાંબડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગિરીશભાઇ ગઢવી, શ્રી અંબુભાઇ સોલંકી, શ્રી આર.ડી. પાચાણી, શ્રી વી.ડી.દેવથળા, શ્રી સંદિપભાઇ શાહ, શ્રી આર.એલ. દુલેરા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દેવાભાઇ સભાડ અને પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ રાણા તેમજ શ્રી જીલુભાઇ ધાધલ, મામલતદારશ્રી વશરામભાઇ જીડ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રીશ્રી બીપીનભાઇ રાવલ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મૂળજીભાઇ પરાલીયા, તાલુકા પંચાયત-સાયલાના ઉપપ્રમુખશ્રી ગભરૂભાઇ તરકટા, કારોબારી ચેરમેનશ્રી અજયભાઇ સાંબડ, અગ્રણીશ્રી દેવશીભાઇ પઢેરિયા, શ્રી હિંગોરભાઇ રબારી, શ્રી મેરૂભાઇ ટમાલિયા, ખોડીયાર ફાર્મના માલિકશ્રી હામાભાઇ લવતુકા, શ્રી મનિષભાઇ પટેલ-ગાંધીનગર, શ્રી કિરતારસિંહ પરમાર, શ્રી રામદેવસિંહ ઝાલા, શ્રી રણછોડભાઇ વઢેર…વિ. તમામ સમુદાયમાંથી વિભિન્ન ક્ષેત્રે કાર્યરત અનેકવિધ નામાંકિત હોદેદારો અને અધિકારીશ્રીઓ સહ વિશાળ સંખ્યામા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી કેટલાકે “શ્રી ડી.એમ.ચૌહાણના વ્યકિત્તત્વ અને તેઓના શિક્ષણ-સમાજના વિકાસ માટેનું યોગદાન” વિશે પોતાના વિચારો અને અનુભવો વ્યકત કર્યા હતા. જિલ્લાની કુલ 32 થી વધુ સંસ્થાઓ તેમજ સંગઠનો મારફતે શ્રી દિલીપભાઇના કાર્યને ભેટ-સોગાદો-સન્માનપત્રો આપી, બિરદાવવામાં આવેલ હતા.આ તબક્કે ઉપસ્થિત બહોળી જનમેદનીની આવકારતા શિક્ષકશ્રી બળદેવભાઇ ખટાણાએ સ્વાગત-પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી ડો. રણછોડભાઇ બી. નાંગરે વ્યકત કરી હતી. સંદેશ-વાંચન પૂર્વ બીઆરસીશ્રી વિરમદાદા ગોયલે કરેલ હતું. કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની અનોખી શૈલીમાં ડો. ડી. બી. દેસાઇ-એડ્વોકેટ-ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્રારા કરવામા આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી દિલીપભાઇ એમ. ચૌહાણ કાર્ય-નિષ્ઠાને બિરદાવવા અર્થેના, આ કાર્યને હેતુલક્ષી બનાવવા માટે શ્રી લાભુભાઇ ચૌહાણ, શ્રી રાઘવ ચૌહાણ, શ્રી રાજેશ ચૌહાણ અને “ચૌહાણ પરીવાર”ના સૌ સભ્યો તેમજ ચેતન-ગ્રુપના સૌ શુભેચ્છકો-મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Previous articleઅંકલેશ્વરમાં ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્યું
Next articleપોલીસ વિભાગને ગ્રેડ-પે અને અન્ય સુવિધાઓનો લાભ આપવા BTTS અને આમુ સંગઠને કલેકટર ને આવેદન આપ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here