Home Gujarat ગુજરાત પ્રણામ ડેઇલી ન્યુઝ પેપર દીવના સ્થાનિક તંત્રી ભાવના ધવલ શાહ ની...

ગુજરાત પ્રણામ ડેઇલી ન્યુઝ પેપર દીવના સ્થાનિક તંત્રી ભાવના ધવલ શાહ ની કારકિર્દી મા લાગ્યા ચારચંદ

40
0

દીવ ના પ્રથમ મહિલા એડિટર ભાવનાબેન શાહની ક્રાંતિકારી પત્રકાર સંઘ તેમજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.
દીવ ના પ્રથમ મહિલા એડિટર તરીકે ફરજ બજાવતા જાગૃત નીડર ભાવનાબેન શાહે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના નીડરતાપૂર્વક પત્રકારિત્વ કર્યું છે. નાનામાં નાના માણસની સમસ્યા હોય કે પછી ગામનો કોઈ પ્રશ્ન હોય ભાવનાબેને નીડરતાપૂર્વક આવા સમસ્યા અને પ્રશ્નોને સરકાર સુધી તટસ્થતાપૂર્વક પહોંચાડ્યા છે અને તેના નિવારણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. પત્રકારત્વની સાથે સામાજિક કાર્યકર્તા તરીકે પણ ઉમદા કરું કરી રહ્યા છે.
તેમની કામગીરી તેમજ ફરજ અને નિષ્ઠા ની નોંધ લઇ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનમાં દીવ ઉપરાંત વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત તરીકે તેમજ કાંતિકારી પત્રકાર કલ્યાણ સંઘના પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે હાલ કોરોના કાળમાં પણ કોરોના વોરિયર્સ તરીકે નોંધપાત્ર કામગીરી કરી મુઠ્ઠી ઊંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલા હોવા છતાં પણ પુરુષ સમોવડી બની તલવારની ધાર પર પત્રકારત્વ કરી રહ્યા છે. તેમના મોબાઈલ નંબર 9712714663 ઉપર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleયાત્રાધામ અંબાજીમાં કોરોનાની ચેઇન તોડવા તંત્રની મથામણઃ આવતીકાલ પાંચ વાગ્યાથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
Next articleભાલોદ ગ્રામ પંચાયત દ્વારા 3 દિવસ નુ સ્વૈચ્છિક લોક ડાઉન આપવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here