Home Gujarat વિદ્યાર્થીઓ સાથે ચારુસેટ યુનિ. અધ્યાપકનો વાર્તાલાપ યોજાયો

વિદ્યાર્થીઓ સાથે ચારુસેટ યુનિ. અધ્યાપકનો વાર્તાલાપ યોજાયો

15
0

છેલ્લા ઘણા વર્ષોથી નિર્દેશ- એજ્યુકેશ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભણતર માટે જાગૃતતા લાવવાના કાર્યક્રમ કરે છે. જે અંતર્ગત તારીખ ૧૪/૦૪/ ૨૦૨૧ના રોજ બપોરે ૩:૦૦ કલાકે ચારુસેટ યુનિવર્સિટી (DEPSTAR)ના કોપ્યુટર સાઇન્સ એન્ડ એન્જીનીયરીંગના અધ્યાપક બ્રિજેશ પંચાલે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન વાર્તાલાપ કર્યો.
જે વાર્તાલાપમાં ૧૨માં ધોરણ પછી જો કોમ્પ્યૂટર સાઇન્સને વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવશે તો Data Science, Machine Learning, IOT અને Artificial Intelligence જેવા ક્ષેત્રમાં ઉજળી તક બનાવવાની તક છે. જેનાથી જોબ પણ ખૂબ મળી શકે છે, કારણકે હવેનો યુગ ટેક્નોલોજીનો છે. જેવી વાતો વિદ્યાર્થીઓ સાથે વહેંચી હતી.
જેમાં એન્જીનીયરીંગમાં અને ખાસ કરી computer engineering, computer science & engineering અને information technology જેવા માધ્યમમાં ભણવાના ફાયદા અને ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાત માટે અત્યારથી આપણે ટેક્નોજી શીખવી પડશે જેવી વાત પર ભાર મૂકતા, બ્રિજેશ પંચાલે વિદ્યાર્થીઓને કીએટીવિટી પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું.
ટેકનોલોજી સાથે ક્રિએટિવ જર્ની વિશે તુષાર કારલેકર અને હીતેશ શાહે પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીઓની ભારત બહાર યુ.એસ.એ. યુ.કે. અને કેનેડા જેવા દેશમાં ભણતર લઈ ભારતને ડો. સતિષ ધવન અને ડૉ.કલામની જેમ દેશ સેવા કરવા પ્રેર્યાં હતા. આ સાથે વિધ્યાર્થી દ્વારા ભણતરને લગતા ઘણા સવાલોના આજની પરીસ્થિને સાંકળી સવાલ-જવાબનો દોર રહ્યો હતો.

Previous articleકલેક્ટરશ્રી ઘ્વારા આણંદ જિલ્લા ની પ્રજાને જાહેર અપીલ કરાઇ.
Next articleઆણંદ શહેર મા ૨૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી સાંજે પાંચ વાગેથી તમામ બજારો બંધ રાખવા સહમતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here