૨૦૨૦-૨૧ માં ચાલુ વર્ષે જૂન – જુલાઈ અને ઓગસ્ટ માસ માં અતિ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના કુલ નવ તાલુકામાં અતિવૃષ્ટી ના કારણે ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. જેથી સરકારશ્રી દ્વારા પાક નુકશાની જાહેર કરતાં જિલ્લા તથા તાલુકાના ખેતીવાડી શાખા મારફતે ખેડૂતોની પાક નુકશાનની ઓન લાઈન અરજીઓ સ્વીકારી દરેક ખેડૂતોને અદાજીત નેત્રંગ તાલુકાનાં રેવન્યુ જમીન ધરાવતા ૩૪૦૦ ખેડૂતો અને જગલ જમીન ધરાવતા અંદાજીત ૯૦૦ ખેડૂતોને ૯ કરોડની અદાજીત રકમ નેત્રંગ તાલુકાનાં ખેડૂતોને મળી છે.
સંપૂર્ણ ભરુચ જિલ્લાના અંદાજીત ૭૯૦૦૦ ખેડૂતોને કુલ અંદાજીત ૧૧૪ કરોડ રૂપિયા કૃષિ રાહત પેકેજ ની સહાયની રકમ પી.એફ.એમ.એસ દ્વારા સિધા ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવેલ છે. પરતું ટેકનિકલ સમસ્યાના લીધે જે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ ના નાણાં ન મળ્યા હતા તેવા ખેડૂતને જિલ્લા ખેતીવાડીશાખા મારફતે નેત્રંગ તાલુકાનાં ૯ ખેડૂતોને ૧ લાખ ૧૪ હજાર ના ચેક તેમજ જિલ્લાના મળી કુલ ૮૬ ખેડૂતો ને કુલ અંદાજીત રકમ ૧૦ લાખ ૬૧ હજાર ૯૨૯ રૂપિયા ના ચેક સરકાર શ્રીની સૂચના મુજબ અને જીલ્લા વિકાસ અધિકારી અરવિન્દ વીજયન ના માર્ગદર્શન અને જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટ્ટ ના પ્રયત્ન દ્વારા ભરૂચ જિલ્લાના નવ તાલુકાનાં કૃષિ રાહત પેકેજ ના બાકી રહી ગયેલ ખેડૂતોને તેમજ નેત્રંગ તાલુકાનાં વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકઓ દ્વારા તાલુકા ખાતે ખેડૂતોને ચેક આપવામાં આવ્યા. જેથી ખેડૂતોએ સરકારશ્રી નો તથા તાલુકા અને જીલ્લા વહીવટી તંત્ર નો હૃદયથી આભાર વ્યક્ત કરેલ છે.
નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ખેડૂતોને અતિવૃષ્ટિ થી થયેલ ભારે નુકશાનને લઈ ઓનલાઈન વળતર માં ટેકનીકલ સમસ્યા હોવાથી તાલુકાના ૯ ખેડૂતોને તાલુકા વિકાસ અધિકારી ડૉ. અલ્પનાબેન નાયર, તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ લીલાબેન તેમજ વિસ્તરણ અધિકારીની ઉપસ્થિત માં ચેક આપવામાં આવ્યા.
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી. નેત્રંગ.