Home South-Gujarat છોટુભાઈ વસાવાએ ઉભા કરેલા સામ્રાજ્ય ઉપર પાણી ફેરવી દીધું છે :- સાંસદ...

છોટુભાઈ વસાવાએ ઉભા કરેલા સામ્રાજ્ય ઉપર પાણી ફેરવી દીધું છે :- સાંસદ મનસુખભાઇ વસાવા

1
0

મોવી ગામની મારામારીના પ્રક્રરણ બાબતે સાંસદ-ધારાસભ્ય આમને-સાંસદ મનશસુખભાઈ વસાવા
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-રાજપીપલા રોડ ઉપર આવેલ મોવી ગામે થયેલ મારામારી પ્રક્રરણ દિવસેને દિવસ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ઇજાગ્રસ્તોની મુલાકાત કરીને આરોપીઓની ધરપકડની માંગ સાથે નેત્રંગ બંધની કરાવતા તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા હતા.

જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ મોવી મારામારી બાબતે સોશિયલ મિડીયાના માધ્યમથી ડેડીયાપાડાના ધારાસભ્ય ઉપર આકરા પ્રહાર કયૉ હતા.જેમાં બીટીપીના નેતાઓ સસ્તી નેતાગીરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો,જુઠ્ઠાણાઓ અને યુવાનોને ખોટી રીતે ઉશ્કેરવાના કારણે તા.પંચાયત-જીલ્લા પંચાયતમાં બીટીપીનું ધોવાણ થયું છે.ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જે સામ્રાજ્ય ઊભું કર્યું હતું.તમે બધાએ પાણીમાં ફેરવી દીધું છે.બીટીપીને આગેવાનો ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
છોટુભાઈ વસાવાના કટ્ટર હરીફ શકુર પઠાણ સાથેના ફોટાઓ તમારા લોકોને બતાવી વાયરલ કરાવી આ ઘટનાને મારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.ધારાસભ્ય તરીકે જરાપણ શોભતું નથી.શકુર પઠાણ સાથે સ્વામીનારાયણ મંદિરના ધાર્મિક કાર્યક્રમ અને નેત્રંગ તાલુકાના શિક્ષણ અને વિકાસના કામો માટે મળવાનું થયું હતું.કોંગ્રેસી નેતા શકુર પઠાણ સાથે તમે તમારા રાજકીય ઉદ્દેશ માટે અવરનવર મળો છો.તા.પંચાયત,જીલ્લા પંચાયત અને વિધાનસભાની પેટાચુંટણીમાં તમે લોકો ગઠબંધન કરો છો.અમે ગઠબંધન કરતા નથી મેં કોઈ તોફાની તત્વોને બચાવ્યા નથી.તમે લોકો મને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરી દેજો,તમને આ મનસુખ વસાવા ખુબ જ ભારે પડશે તેવી પોસ્ટ સોશિયલ મિડીયા ઉપર મુકતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટો આવી જવા પામ્યો હતો.
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

Previous articleરાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની બેઠકમાં કોરોના ની ત્રીજી લહેર બાબતે ચર્ચા કરવામાં આવી
Next articleનર્મદાના HIV પીડીતો માટે રાજપીપલા સિવીલ સંકુલમાં શરૂ થયેલા ART સેન્ટર માં હવે CD4 ટેસ્ટના સેમ્પલ લેવાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here