કોરોના વાયરસ સંક્રમણના પગલે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાઇ રહેલી આરોગ્ય સુવિધાની જાતમાહિતી મેળવવાના ઉપક્રમે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે મંગળવારે સવારે દાહોદની મુલાકાતે પહોંચ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દાહોદ કલેક્ટર કચેરી ખાતે રાજ્ય તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે દાહોદ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિની સારવાર માટે વધારવામાં આવેલા બેડ ઉપરાંત કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની મુખ્યમંત્રીશ્રી સમીક્ષા કરશે.
બેઠક બાદ મુખ્યમંત્રીશ્રી મીડિયા સાથે પણ સંવાદ કરશે.
ઝેની શેખ, દાહોદ.