Home Kheda (Anand) ચિખોદરા આંખ ની હોસ્પિટલ ૫૩ બેડ સાથે કોરોના સારવાર માટે કાર્યરત.

ચિખોદરા આંખ ની હોસ્પિટલ ૫૩ બેડ સાથે કોરોના સારવાર માટે કાર્યરત.

25
0

શંકરા આંખ ની હોસ્પિટલ ૭૦ બેડ સાથે કાર્યરત થશે.
કલેક્ટર શ્રી અને સાંસદશ્રીએ ચિખોદરા હોસ્પિટલ ની મુલાકાત લીધી.

આણંદ નજીક ચિખોદરા ગામ પાસે આવેલી પૂ.રવિશંકર મહારાજ આંખ (આઈ) હોસ્પિટલમાં હાલ કોરોના સંક્રમણ સમયે ઓ.ટુ. ની સુવિધા સાથે ના ૫૩ બેડ સાથે ની હોસ્પિટલમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને આજે કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ અને સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
અને હોસ્પિલ ને કાર્યરત કરવામાં આવી હતી.

કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે હોસ્પિટલમાં સેવારત તબીબો અને નસિંગ સ્ટાફ સાથે ચર્ચા વિમર્શ અને હોસ્પિટલ ની મુલાકાત બાદ જણાવ્યું હતું કે અહીં ૫૩ બેડ ની વ્યવસ્થા છે અને બીજી તમામ સુવિધાઓ થી સજ્જ છે , ઉમરેઠ , આંકલાવ , અને બોરસદ વિસ્તાર ના કોરોના સંક્રમિત દર્દી ઓ માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી પુરવાર થશે .

સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે આણંદ જિલ્લા નું વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર હાલની જિલ્લા ની કોરોના સંક્રમણ ની સ્થિતિ જોઈ અને વિસ્તાર મુજબ આવતા દર્દી ઓ ને ધ્યાને રાખીને એડવાન્સ આયોજન કરી રહયા છે અને તેના કારણે મહત્તમ દર્દી ઓ ને ઝડપ થી સારવાર મળી રહી છે એટલુંજ નહીં દર્દી ઓ સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે.

સાંસદ શ્રીમિતેષભાઈ પટેલે વધુ માં ઉમેર્યું કે જિલ્લા વહીવટી તંત્ર ના અને કલેક્ટર શ્રી ના પ્રયાસો થી શંકરા આંખ ની હોસ્પિટલમાં પણ બીજા ૭૦ બેડ ની વ્યવસ્થા થઈ ગઈ છે અને ટૂંકમાં કોરોના સંક્રમિત દર્દી ઓ માટે હોસ્પિટલ ચાલુ થઈ જશે, આમ અમારા અને અમારા કાર્યકરો શ્રી નીરવ ભાઈ પટેલ તેમજ જિલ્લા ના તમામ કાર્યકરો લોકો ની સેવા માટે કાર્યરત રહ્યા છે અને નાગરિકો ને મદદ કરી રહ્યા છે.

કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ અને સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ પૂ. રવિશંકર મહારાજ આંખ ની હોસ્પિટલ ની મુલાકાત લીધી ત્યારે તબીબો અને વ્યવસ્થપકો નસિંગ સ્ટાફે સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી નીરવભાઈ અમીન તેમજ શ્રી મયુર ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Previous articleઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેથી 3 ડીઝલ ચોરને ઝડપી પાડતી રાજપારડી પોલીસ..
Next articleઆણંદ,કરમસદ,વલ્લભ વિદ્યાનગર શહેર ના વહેપારી મંડળો ના આગેવાનો ની ફરી નમ્ર અપીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here