Home Kheda (Anand) જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર દ્વારા ચીકી અને લાડુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર દ્વારા ચીકી અને લાડુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

74
0

વલ્લભવિદ્યાનગર: જેસીઆઇ વલ્લભ વિદ્યાનગર દ્વારા સંકેત સેલ્સ, આણંદ ની આસપાસ ઝુપડપટ્ટીમાં રહેતા વ્યક્તિઓ પતંગોત્સવ નિમિત્તે ચીકી અને લાડુ મળી રહે તે માટે ચીકી અને લાડુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમા જેસીઆઇ વલ્લભવિદ્યાનગરના સભ્યો દ્વારા સંકેત સેલ્સ, આણંદ ની આસપાસ ઝુપડપટ્ટીમાં રહેતા વ્યક્તિઓને તેમજ બાળકોને લાડુ અને ચીકીનુ સહર્ષ વિતરણ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું આયોજન જેસી નિશા નાયર અને જેસી સમીર ચંદ્રાની ચેરમેનશીપ હેઠળ કરવામાં આવ્યુ હતુ. . જેમાં ડિરેક્ટર તરીકે જેસી અજય પ્રજાપતિ, જેસી દેવલ શાહ, જેસી જિગ્નેશ પંડ્યાએ કામગીરી સંભાળી હતી. એમ જેસીઆઇ વલ્લભવિદ્યાનગરના પ્રમુખશ્રી જેસી એચ.જી.એફ વિશાલ શાહ તેમજ સેક્રેટરીશ્રી જેસી જૈમીન શાહે જણાવ્યુ હતુ.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here