South-Gujarat

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારનાં બાળકો નેટવર્ક સમસ્યાનાં પગલે ટાવર નજીક બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે..

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં ઓનલાઈન શિક્ષણની વાતો પોકળ સાબિત થઈ રહી છે. કોરોના મહામારીનાં કારણે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ જ એકમાત્ર વિકલ્પ બન્યો છે.ત્યારે સુબિર તાલુકાનાં ગ્રામ વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાઓનાં કારણે બાળકો ટાવર નીચે બેસી ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં નેટવર્ક સમસ્યાઓનાં કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ મેવળવવું કપરૂ બની ગયુ છે. અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક સમસ્યા ઉપરાંત ગરીબ બાળકો જોડે સ્માર્ટફોનની સુવિધાઓનો અભાવ.સુબિર તાલુકાનાં 40 જેટલા ગ્રામ વિસ્તારોમાં ફક્ત એક જ નેટવર્ક આવેલ છે. જેનાથી ઓનલાઈન શિક્ષણ તો દૂર ની વાત પરંતુ ઇમરજન્સી સેવાઓ પણ થઈ શકતી નથી. નેટવર્ક સમસ્યાઓનાં કારણે આ વિસ્તારનાં બાળકો 5 કી.મી દૂર ચાલીને ટાવર નીચે બેસીને ખુલ્લા મેદાનમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે.સુબિર તાલુકાનાં પીપલદહાડ ગામે આવેલ bSNL નેટવર્ક કુલ 30 થી 40 ગામોને નેટવર્ક કવરેજ આપે છે.જેમાં પીપલદહાડ ગ્રુપ ગ્રામ પંચાયત, ખામ્બલા ગ્રુપ ગ્રામ પંચાયત, ચીંચવિહીર ગ્રુપ ગ્રામ પંચાયત, સેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયત, નકટયાહનવત ગ્રુપ ગ્રામ પંચાયત, કિરલી ગ્રુપ ગ્રામ પંચાયત અને માળગા ગ્રુપ ગ્રામ પંચાયતનાં આબુંર અને ઢોલિયાઉમ્બર ગામડાઓનો સમાવેશ થાય છે.

આ તમામ વિસ્તારનાં બાળકો દૂર દૂરથી ચાલીને ટાવર નીચે આવીને ભણી રહ્યા છે.જંગલ વિસ્તારમાં યોગ્ય વ્યવસ્થા પણ ના હોઈ કાળઝાળ ગરમીમાં બાળકો ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે.નેટવર્ક સમસ્યા બાબતે સુબિર તાલુકાના જાગૃત નાગરિકોએ સિનિયર કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને લેખિતમાં અને મૌખિક રજુઆત કરી હતી. તેમજ ડાંગ જિલ્લાનાં નવા ચુટાયેલા ધારાસભ્ય વિજયભાઈ પટેલે તો આ બાબતે જાણે મોંન સેવી લીધુ છે.તેમ જણાઈ રહ્યું છે.નેટવર્ક સમસ્યા હલ કરવા માટે લોકોની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ ચીંચવિહીર, અને પોળસમાળ ગામેં BSNL ટાવરનું ઇ ખાતમુહૂર્ત કર્યું હતુ.જે બાદ આજદિન સુધી અહીંના નેટવર્ક બનાવવાની જગ્યાએ ટિકમ પાવડાનો ઉપયોગ થયો નથી. નેટવર્ક બાબતે તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે નેતાઓ ફક્ત ખાતમુહૂર્ત કરી ફોટા પડાવી જાય છે.તેઓને લોકોનાં કામમાં કોઈ રસ નથી.નેટવર્ક સમસ્યાનાં કારણે મજબૂરી પૂર્વક કાળઝાળ ગરમીમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવા 5 કી. મી દૂર ચાલીને જવું પડે છે.જે બાબતે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.