Home International We Chat ના મામલે ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી દીધી

We Chat ના મામલે ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી દીધી

80
0

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા એ શુક્રવારના રોજ ચેતવણી આપી કે જો અમેરિકા ‘વી ચેટ’ પર પ્રતિબંધ મૂકે છે તો ચીનના લોકો પણ એપલ કંપનીનો બહિષ્કાર કરશે. આપને જણાવી દઇએ કે અમેરિકામાં સોશિયલ મીડિયા એપ વી ચેટને બંધ કરવાની ઝડપથી માંગ ઉઠી રહી છે. સંભાવના છે કે અમેરિકા તેને ટૂંક સમયમાં જ બંધ કરી શકે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વી ચેટ અને વીડિયો એપ ટિક-ટોકને પ્રતિબંધિત કરવાની વાત કહી ચૂકયા છે. આ બંને એપ પર સપ્ટેમ્બર મહિનામાં પ્રતિબંધ મૂકી શકે છે. ટ્રમ્પનો આરોપ છે કે આવી એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ અમેરિકા અને ચીન વચ્ચે જોરદાર વિવાદ વકર્યો છે.
ત્યારબાદજ ચીની વિદેશ મંત્રાલયના પ્રવરતા ઝાઓ લિજિયાન એ શુક્રવારના રોજ એક ટ્વીટમાં લખ્યું કે જો વીચેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે તો ચીની લોકોને પણ આઇફોન અને એપલની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું કોઇ કારણ દેખાતું નથી. ઝાઓ એ કહ્યું કે ચીની લોકો પહેલેથી કહેતા આવી રહ્યા છે કે જો વીચેટ પ્રતિબંધિત થશે તો તેઓ પણ આઇફોનનો ઉપયોગ બંધ કરી દેશે.
આપને જણાવી દઇએ કે શોટ વીડિયો શેયરિંગ એપ ટિક-ટોક ભારતમાં પહેલેથી પ્રતિબંધિત છે. હવે અમેરિકાએ પણ તેને પ્રતિબંધ કરવાની તૈયારી કરી લીધી છે. અમેરિકા એ આ એપ પર આકરું વલણ વર્તવાનું શરૂ કરી દીધું છે. જો કે અમેરિકન રોકાણકાર તેને ખરીદવાનો વિકલ્પ શોધી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીને એપલ પર અમેરિકાને ચેતવણી આપી આ કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here