International

કોરોના વાયરસના લીધે વિશ્વના નિશાના પર આવેલ ચીન હવે પોતાના ઘરમાં જ બરાબરનું ઘેરાયું છે…

કોરોના વાયરસના લીધે વિશ્વના નિશાના પર આવેલ ચીન હવે પોતાના ઘરમાં જ બરાબરનું ઘેરાયું છે. કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે સરકારી પ્રયાસોથી લોકો નારાજ છે અને દોષિતો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.

કોરોનાના કેન્દ્ર રહેલા વુહાનમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે કે તેઓ હવે સરકાર વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. જો કે, એ વાત જુદી છે કે ચીનમાં સરકાર સામે એક પગલું પણ ભરવાની મંજૂરી નથી.

બેદરકારી તો માનવસર્જીત

67 વર્ષના હેન હેંગનો પુત્ર અને કેટલાક સંબંધીઓ કોરોનાના લીતે મોતને ભેટ્યા હતા. તેમણે તેના માટે સરકારની બેદરકારીને દોષિત ગણાવ્યા અને સ્થાનિક સરકારની વિરુદ્ધ કેસ નોંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. સરકારના વલણથી નારાજ હેન હેંગે કહ્યું કે તેઓ કહે છે કે કોરોના એ કુદરતી આપત્તિ છે, પરંતુ બેદરકારી માનવસર્જિત છે અને આમ કરનારાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. મારું કુટુંબ વિખેરાઇ ગયું છે, હું મારા જીવનમાં ક્યારેય ખુશ રહીશ નહીં.

સતત ધમકીઓ મળી

હેન હેંગ એકલા નથી તેમના જેવા ડઝનેક લોકો સરકાર વિરુદ્ધ કેસ દાખલ કરવા માંગે છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે. વકીલોને પણ ચેતવણી આપવામાં આવી છે કે આવા કેસમાં સ્થાનિક લોકોને મદદ કરવા પર ગંભીર પરિણામો ચૂકવવા પડી શકે છે. જો કે તેમ છતાંય કેટલાક વકીલો છાનામાના ન્યાયની લડતમાં લોકોને સાથ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.