Home International ચીનનો અરૂણાચલ પ્રદેશ પર ડોળો, બોર્ડર પર કરી રહ્યું છે આ હરકત?...

ચીનનો અરૂણાચલ પ્રદેશ પર ડોળો, બોર્ડર પર કરી રહ્યું છે આ હરકત? ખરબો રૂપિયાનો કરશે ખર્ચ

45
0

ચીન (China) વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ (Sichuan-Tibet) રેલવે લાઇન (Railway Line)નું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. આ રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટ (Tibet) માં લિંઝી (Linzhi) સુધી જશે. આ રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશ (Arunachalpradesh) ની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ (Global Times) એ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ટેન્ડર (Tender) ની પ્રક્રિયા પૂર્ણ કર્યાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે ખરબો રૂપિયાનો ખર્ચ કરશે.
ચીન રેલવેએ શનિવારે આ રૂટ પર બનાવા જઇ રહેલ બે ટનલ અને એક પુલના ટેન્ડરના પરિણામની જાહેરાત કરી. આ સિવાય યાન-લિંઝી (Ya’an-Linzhi ) લાઇનને વીજળી પહોંચાડવાનું ટેન્ડરિંગ પણ ફાઇનલ થઇ ગયું છે.
ચીનનું આ પગલું એ સંકેત છે કે બેઇજિંગ (Beijing) ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઇ રહ્યું છે.
આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન સિચુઆનની રાજધાની ચેંગડૂ (Chengdu) થી શરૂ થશે. આ રેલવે લાઇનના નિર્માણ બાદ લહાસા સુધીની 48 કલાકની મુસાફરી ફક્ત 13 કલાકમાં શક્ય બની જશે.
સિચુઆન-તિબેટ રેલવે એ તિબેટમાં ચીનનો બીજો પ્રોજેક્ટ છે. અગાઉ ચીન કિંગાઇ-તિબેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ રેલવે લાઇન કિંઘા-તિબેટ પ્લેટ્યુ (Qinghai-Tibet Plateau) પરથી પસાર થશે.
આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન તિબેટના જે લિંઝી (Linzhi)માં સમાપ્ત થશે તે જગ્યા અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને પણ પોતાનો હિસ્સો માને છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ભારતે ચીનના આ દાવાનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આખું અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.
ગ્લોબલ ટાઇમ્સ (Global Times) ના મતે સિચુઆન-તિબેટ રેલવે લાઇનની લંબાઈ 1011 કિલોમીટરની હશે. આ રૂટ પર ટ્રેનો 120 કિ.મી. પ્રતિ કલાકથી 200 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. ચીન આ પ્રોજેક્ટ પર કુલ 47.8 અબજ ડોલર ખર્ચ કરશે.


Previous articleકોરોના વચ્ચે CM રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?
Next articleફ્રાન્સને સમર્થન કરતા હોવાનો આરોપ મૂકી લઘુમતીના ઘરો પર હુમલો કરવામાં આવ્યો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here