International

ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ભારતના અભિયાનની વિરૂદ્ધ દુષ્પ્રચાર અને તેને બદનામ કરવામાં લાગ્યું.

ભારત ની રસી (Vaccine) ડિપ્લોમેસીને ચીન પચાવી રહ્યા નથી. કોરોના મહામારીની વચ્ચે ભારતના વેક્સીન મૈત્રી અભિયાન એ ચીનને દક્ષિણ એશિયા માં બેકફૂટ પર ધકેલી દીધું છે. ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ભારતના અભિયાનની વિરૂદ્ધ દુષ્પ્રચાર અને તેને બદનામ કરવામાં લાગ્યું છે. તો ભારતે પહેલેથી જ શ્રીલંકા , અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Pakistan)ને છોડી તમામ સાર્ક દેશોને ભારતે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડ રસીની ગિફ્ટ આપી છે.

ટૂંક સમયમાં અફઘાનિસ્તાનને મોકલવામાં આવશે રસી

રસી અંગે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ભારતનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સ્થાનિક નિયમનકાર પાસેથી રસીના ઉપયોગની મંજૂરી બાદ તેને રસીનો જથ્થો પૂરો પાડવામાં આવશે. ભારતે અફઘાનિસ્તાને ખાતરી આપી છે કે તે તેમની પ્રાથમિકતાની યાદીમાં છે. ભારતની તરફથી 27 જાન્યુઆરીએ શ્રીલંકાને કોરોના વેક્સીનના 5 લાખ ડોઝ આપવામાં આવશે.

ભારતની વેક્સીન મેન્યુફેકચરિંગ ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યા

તો ચીનના ભોપુ અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતની વૈક્સીન મૈત્રીની વિરૂદ્ધ દુષ્પ્રચાર કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગ્યાની ઘટના બાદ ભારતની વેક્સીન મેન્યુફેકચરિંગ ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ગ્લોબલ ટાઇમ્સે એવો પણ દાવો કર્યો છે કે ચીનમાં વસતા ભારતીયો ચીની રસીને વધુ પસંદ કરી રહ્યા છે. ગ્લોબલ ટાઇમ્સે બીબીસીના એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે પેશેન્ટસ રાઇટ્સ ગ્રૂપ ઓલ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કનું કહેવું છે કે સીરમે કોવિશિલ્ડ્સને લઇ બ્રીજિંગ સ્ટડીને પૂરો કર્યો નથી.

નેપાળમાં મળી નથી ચીની રસીને મંજૂરી

ભારતના પ્રયત્નોથી વિરુદ્ધ ચીને ખૂબ ઓછા લોકો અને એવા દેશોમાં રસીની ઓફર કરી છે જ્યાં તે રાજકીય અને આર્થિક રીતે પોતાના પગલાં ભરવા અને પ્રભાવ પાડવા માંગે છે. નેપાળમાં ડ્રગ નિયમનકારોએ હજી સુધી ચીનની રસીને મંજૂરી આપી નથી. તો માલદીવ સરકારના સૂત્રોનું કહેવું છે કે ચીનની તરફથી કોવિડ -19 રસીના કોઈપણ પ્રકારનાં સપ્લાય અંગે કોઇ સંકેત મળ્યો નથી. એટલું જ નહીં ચીનના નજીકના દેશ કંબોડિયાએ પણ ભારતને રસી પૂરી પાડવા આગ્રહ કર્યો છે. બીજી તરફ રોઇટર્સના એક અહેવાલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે રસીના સપ્લાયને લઇ બાંગ્લાદેશની સાથે ચીનનો ગતિરોધ છે.

કેટલાંય દેશો દેખાડી રહ્યા છે ભારતની રસીમાં

ભારતે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે ઘણા દેશોએ અમારી રસીમાં રસ દાખવ્યો છે. અમે વેક્સીન મેન્યુફેકચરિંગનું હબ છીએ. સરકારે એમ પણ કહ્યું કે ભારત ભાગીદાર દેશોને તબક્કાવાર રસી પહોંચાડવાનું ચાલુ રાખશે. ચીનની તરફથી ભારતની તરફથી સાઉદી અરબ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, મોરક્કો, બાંગ્લાદેશ અને મ્યાનમારની રસીનું સપ્લાય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.