દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારીની વચ્ચે પણ ચીન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. જ્યારે તમામ દેશ આ વૈશ્વિક મહામારીના રોકથામમાં વ્યસ્ત છે આ દરમ્યાન ચીને પ્રશાંત મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વૂર્ણ કિરિબાતીમાં પોતાની એમ્બેસીને શરૂ કરી દીધી છે. આ જગ્યા પર પોતાની એમ્બેસીને શરૂ કરવા માટે ચીન એટલી ઉતાવળમાં હતું કે તેને વાયરસના સંક્રમણને ખત્મ થવાની રાહ પણ જોઇ નહીં.
કિરિબાતીમાં નેવલ બેસ બનાવી શકે છે ચીન
આશંકા વ્યકત કરાઇ રહી છે કે ટૂંક સમયમાં જ ચીની સેના અહીં પોતાના નેવલ બેઝ બનાવી શકે છે. કિરિબાતીના રાષ્ટ્રપતિ ટેનેટી મમાઉએ તાજેતરમાં બીજી વખત ચૂંટણીમાં જીત મેળવી છે. રાષ્ટ્રપતિ ટેનેટી મમાઉ જાહેર કરાયેલ ચીનના સમર્થક છે. પેઇચિંગ યાત્રા દરમ્યાન રાષ્ટ્રપતિ ટેનેટી મમાઉ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે એમ્બેસીને ખોલવાને લઇ સહમતિ બની હતી. કેટલાંય રિપોર્ટસના મતે 1.16 લાખની વસતીવાળા આ દેશને ચીને અબજો ડોલરની લોન પણ આપી છે.
પ્રશાંત મહાસાગરમાં ચીનનો દબદબો વધી રહ્યો છે
ચીનની સાથે અમેરિકાનો તણાવ વધે છે તો પ્રશાંત મહાસાગરમાં સ્થિતિ અમેરિકાના સૈનિક ઠેકાણા મહત્વની ભૂમિકા નિભાવશે. આથી અમેરિકાને પહેલાં જ બ્લોક કરવા માટે ચીન પ્રશાંત મહાસાગરમાં પોતાનો દબદબો વધારી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા સાથે વિવાદ વધવાના સંકેત
કિરિબાતીમાં જો ચીને પોતાનું નેવલ બેઝ બનાવ્યું તો ઓસ્ટ્રેલિયાની સાથે ડ્રેગનની સાથેના સંબંધોમાં ખાસ્સી કડવાશ જોવા મળી શકે છે. આપને જણાવી દઇએ કે કિરિબાતી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓસ્ટ્રેલિયા પર નિર્ભર છે. તાજેતરના દિવસોમાં ઓસ્ટ્રેલિયા અને ચીનની વચ્ચે વિવાદ ઘણો વધી ગયો છે. ચીને માત્ર ઓસ્ટ્રેલિયાથી આયાત થતી કેટલીય વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો તેના હેકરોએ ઓસ્ટ્રેલિયાની કેટલીય વેબસાઇટ્સને પોતાના નિશાન પણ બનાવ્યા છે. ચીને પોતાના નાગરિકોને ઓસ્ટ્રેલિયાની મુસાફરી ના કરવા માટે સલાહ આપી છે.
2006થી ચીન અહીં બેઝ બનાવાની કરી રહ્યું છે કોશિષ
પ્રશાંત મહાસાગરમાં આવેલા આ નાનકડા દેશમાં પોતાનો પગ જમાવા માટે 2006થી ચીન કોશિષ કરી રહ્યું છે. આ વર્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ ચીની રાષ્ટ્રપતિ વેન જિયાબાઓ એ આ દ્વિપક્ષીય દેશની યાત્રા કરી હતી. કોરોના વાયરસ મહામારી દરમ્યાન પણ ચીને અહીં ડોનેશન ડિપ્લોમેસી દ્વારા લાભ ઉઠાવાની કોશિષ કરી છે. તો મોટી સંખ્યામાં માસ્ક, પીપીઇ કિટ, દવાઓ અને સર્જીકલ માસ્ક આ દેશને સપ્લાય કરી રહ્યું છે.