Home Gujarat રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલ ભાઈ ઠક્કર ની વરણી

રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલ ભાઈ ઠક્કર ની વરણી

29
0

રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની ૭ કલબોનો પદગ્રહણ સમારોહ યોજાયો
શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રોટરી સાથે સંકલિત વિવિધ કલબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, અને બોર્ડ મેમ્બરોએ વર્ષ ૨૦૨૧/૨૨ માટે પદગ્રહણ સમારંભ યોજાયો

રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલભાઈ ઠક્કર, સેક્રેટરી કાંતિભાઈ પટેલ, ઇનર વિલ કલબમાં જલ્પાબેન અઘારા, સેક્રેટરી રીટાબેન એરવાડિયા, રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ ઉત્તમ પટેલ, સેક્રેટરી મિતેષ મુંજપરા, આર.સી.સી. સિનિયર સીટીઝન કલબમાં હસુભાઈ પટેલ, સેક્રેટરી મનજીભાઈ મેર, આર. સી.સી ટિકરમાં વિનોદભાઈ એરવાડિયા,સેક્રેટરી સંતોષભાઈ દેથરીયા, ઇન્ટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ દેવાંગ રાવલ, સેક્રેટરી સૂર્યદીપ ઝાલા, અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં યુવરાજ રાઠોડ, સેક્રેટરી ભાવિન મકવાણા ની વરણી કરવામાં આવી હતી.


આ સમારોહમાં ભુજથી ખાસ ઉપસ્થિત પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર ડિસ્ટ્રીક્ટ 3054 ના જયેશભાઇ શેઠ દ્વારા દરેક કલબના હોદ્દેદારોને શપથ લેવડાવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આસિસ્ટન્ટ ગવર્નર રાજીવભાઈ મહેતા તેમજ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ મેટ્રો મોરબી કલબના હોદેદારો અને રોટરીયનો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
મયુર રાવલ હળવદ


Previous articleપોરબંદરના રાણાવાવ બ્રહ્મ સમાજનું ગૌરવ
Next articleહળવદ : ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here