Home Crime અંકલેશ્વર નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાયો ડીઝલ ના વેચાણ પર સીઆઇડી ક્રાઇમ...

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાયો ડીઝલ ના વેચાણ પર સીઆઇડી ક્રાઇમ ના દરોડા

18
0

સીઆઇડી ક્રાઇમે ૧૫,૫૦ લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે વેચાણ થતાં બાયો ડીઝલના જથ્થા સહિત રૂપીયા ૧૫,૫૦લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર-૪૮ પરના એક બાયો ડીઝલ પંપ ખાતે ગેરકાયદેસર રીતે બાયોડીઝલ નું વેચાણ થતું હોવાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગત બુધવારના રોજ સાંજના સમયે સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડા માં સીઆઇડી CID ક્રાઇમ બ્રાન્ચને જીજે-૧૨-વાયવાય-૬૧૬૬ નંબરના ટેન્કર માં થી ૮૦૦૦ લીટર જેટલા બાયો ડીઝલ નો જથ્થો મળી આવ્યો હતો ત્યારે રૂપીયા ૫,૫૦ લાખ થી વધુના બાયો ડીઝલ નો જથ્થો તેમજ ટેન્કરની કિંમત રૂપીયા ૧૦ લાખ સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે અંકલેશ્વરના મામલતદાર એચ.જી. બેલડીયા દ્વારા બાયો ડીઝલ પંપના ફરાર માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleનર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદઘાટન
Next articleઅંકલેશ્વર ની ફીકોમ ચોકડી પાસે ટ્રક ચાલકે મોટર સાઈકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here